ચમકતો હીરો ઝાંખો પડ્યો
60 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી, એકસાથે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા

ચમકતો હીરો ઝાંખો પડ્યો

ચમકતો હીરો ઝાંખો પડ્યો
હીરા ઉદ્યોગનો હાલનો મંદીનો સમય એ તેની ઇતિહાસની સૌથી મોટી આર્થિક પડકાર છે. 2008 ની આર્થિક મંદીથી પણ મોટી હાલની મંદી, જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ થવાથી અને બીજી આર્થિક પરિસ્થિતિઓથી વધુ દયનિય બની છે. આ મંદીથી 17 લાખ રત્નકલાકાર તથા 11 લાખ કર્મચારી જે સુરત અને અન્ય સ્થળોએ હીરા પોલિશિંગ અને કટિંગના કામ પર આધારિત છે, મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે.
મંદીની અસરથી પગાર ઘટયા
બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે. બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઈન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે.
નિકાસમાં ઘટાડો
જીજેઈપીસીના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે.
કર્મચારીઓના પગારમાં કાપ
કારીગરો કહે છે કે આ રીતે પગારકાપ કરવામાં આવશે તો અમારો પગાર અડધા કરતાં પણ ઓછા થઈ જશે. બીજી તરફ મોંઘવારી વધી રહી છે.
આ મંદી બહુ ભયાનક-ઉદ્યોગકારો
ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લાં 60 વર્ષથી સંકળાયેલો છું. 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ