મહેસાણા શહેરના ઓવરબ્રિજનો પ્રશ્ન લોકસભામાં ગૂંજ્યો
પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરૂદ્વારા સુધી ઓવરરબ્રિજ બનાવવા સાંસદ હરીભાઈ પટેલની રજૂઆત

The question of Mehsana city overbridge echoed in the Lok Sabha

The question of Mehsana city overbridge echoed in the Lok Sabha
મહેસાણા શહેરમાં ચોમાસા દરમિયાન ગોપીનાળું અને ભમ્મરીયુ નાળુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ જાય છે. તેના કારણે નાગરિકોને ભારે હાલાકી પડે છે.
તેથી મહેસાણા શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરૂદ્વારા સુધી ઓવરબ્રિજ બનાવવા મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલે લોકસભામાં રજૂઆત કરી હતી.
મહેસાણા શહેર વચ્ચેથી મુંબઈ-દિલ્હી રેલવે લાઈન પસાર થાય છે. તેના કારણે મહેસાણા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. મહેસાણા-1 અને 2માં અવર જવર કરવા માટે ગોપીનાળું અને ભમ્મરીયુ નાળુ બનાવાયુ છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ થતાં બંને નાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.
તેના કારણે શહેરના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે નાગરિકોને ભારે મુશ્કેલી પડે છે. નાગરિકોની હાલાકી દૂર કરવા માટે વર્ષોથી રેલવે ઓવરબ્રિજ બનાવવા શહેરીજનોની માગ છે. શહેરીજનોની સમસ્યા બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.
પરંતુ, હજુ સુધી પરિણામ શૂન્ય રહ્યુ છે. ત્યારે મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલે શહેરીજનોની સમસ્યાને સંસદમાં પહોંચાડી હતી.
લોકસભામાં ઝીરો અવર્સ દરમિયાન હરીભાઈ પટેલે મહેસાણાનો મુખ્ય ઉદ્દો ઉઠાવીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ મૂક્યો હતો. હરીભાઈએ રજૂઆત કરી હતી કે, મહેસાણા વિકસિત શહેર છે અને રેલ્વે લાઈનની બંને તરફ વસેલું છે.
એક તરફથી બીજી તરફ જવા ગોપીનાળા અને ભમરીયા નાળાનો ઉપયોગ કરવો પડે છે. એક તરફના શહેરમાં સરકારી કચેરીઓ, હોસ્પિટલ્સ, શાળા સંકુલો અને બજાર છે.
જ્યારે બીજી તરફના શહેરમાં રહેણાંક વિસ્તાર આવેલો છે. તેથી નાગરિકોને દરરોજ અંડરપાસમાંથી અવરજવર કરવી પડતી હોય છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં બંને અંડરપાસમાંથી અવરજવર બંધ થઈ જાય છે. તેના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સોમવારે પડેલાં ભારે વરસાદમાં બંને અંડરપાસ ભરાઈ જતા શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. કેટલીક વખત દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં હાલાકી પડે છે.
તેથી તમારા માધ્યમથી રેલવેમંત્રીને હું આગ્રહ કરું છું કે મહેસાણા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર્સથી ગુરૂદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
મહેસાણાવાસીઓ માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ :
હરીભાઈ પટેલે સંસદમાં ઉઠાવેલા ઓવરબ્રિજનો પ્રથમ પ્રોજેક્ટ મહેસાણા નગરપાલિકાના પૂર્વ અને હાલના મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે તૈયાર કરાવ્યો હતો.
તેમના નગરપાલિકા પ્રમુખપદના શાસનકાળ દરમિયાન બોર્ડમાં પ્રોજેક્ટ મૂકી કન્સલટન્ટ નિમવા મંજૂરી લેવાઈ હતી. આ પ્રોજેક્ટને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ રેલવે મંત્રાલયમાં મૂકવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટની વિશેષતા શું છે ? :
રેલવેની વણવપરાયેલી વેસ્ટ લેન્ડ(જમીન) હોવાથી પાલિકા અથવા સરકારને એક ઈંચ જમીનનું સંપાદન કર્યા વગર પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે તેમ છે.
ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ થતાં જિલ્લા પંચાયત, પોલીસ હેડ ક્વાર્ટર, બસ સ્ટેન્ડ, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન, તાલુકા પંચાયત, જિલ્લા કોર્ટ, સિવિલ હોસ્પિટલ સહિતની કામગીરી માટે અરજદારોના વાહનો ફ્લાય ઓવરબ્રિજ પર ડાયવર્ટ થતાં ગોપીનાળા અને ભમ્મરીયા નાળાની ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે.
વર્ષ 2019માં રાજ્ય સરકારને મોકલાવેલી દરખાસ્તનું સૂરસૂરીયુ થયુ :
પાટણ અને તારંગાની જૂની રેલવે લાઈન શિફ્ટ થતાં સદર રેલવે લાઈનની જમીન વેસ્ટ પડતાં તેનો ઉપયોગ કરી શકાય તેમ છે.
ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ થતાં ગોપીનાળા અને ભમ્મરીયા નાળા અંડરપાસની સમસ્યાથી મુક્તુ મળશે. વર્ષ 2019માં બજેટ પહેલાં રાજ્ય સરકારે પણ મહેસાણા નગરપાલિકા પાસેથી દરખાસ્ત મંગાવી હતી.
જે તે સમયે મહેસાણા નગરપાલિકાએ રૂપિયા 35 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મોકલાવી હતી. પરંતુ, દરખાસ્ત મોકલાવ્યા બાદ પ્રોજેક્ટનું સૂરસૂરીયુ થઈ ગયુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત