ખાવા માટે ખૂનની કહેવત સાચી પડી, ભાઈની છરીથી હત્યા
શીલજમાં ભોજન ટેબલ પર થયેલી સામાન્ય રકઝક લોહીયાળ જંગમાં ફેરવાઈ; આરોપી ઝડપાયો.

ભાઈની છરીથી હત્યા કરનાર આરોપી

ભાઈની છરીથી હત્યા કરનાર આરોપી
નવા વર્ષની ઉજવણીના માહોલ વચ્ચે અમદાવાદના શીલજ વિસ્તારમાં એક કરુણ અને વિચિત્ર હત્યાનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે ભાઈઓ વચ્ચેના પ્રેમ અને સહકારની વાતો થતી હોય છે, પરંતુ અહીં ''ખાને કે લીએ ખૂન ભી કર સકતા હું''ની કહેવત એક ભાઈ દ્વારા સાચી પાડવામાં આવી છે.
જમવામાં માત્ર નોનવેજના એક પીસ (ટુકડા) માટે એક ભાઈએ બીજા ભાઈના પેટમાં છરી હુલાવીને તેની જીવનલીલા સંકેલી દીધી છે.
સમગ્ર ઘટના:
મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના વતની અને વ્યવસાયે કલરકામ કરતા ચાર યુવાનો શીલજ વિસ્તારમાં નવી બની રહેલી ઇમારતના કામકાજ માટે અહીં રહેતા હતા. 1 જાન્યુઆરીની સાંજે રામુ ખુશવાની, વિષ્ણુ ખુશવાની અને અન્ય બે માસીના દીકરાઓ સાથે મળીને જમવા બેઠા હતા. જમવામાં નોનવેજની વાનગી બની હતી. ભોજન પીરસતી વખતે રામુના ભાગમાં નોનવેજનો એક ટુકડો ઓછો આવ્યો હતો, જે બાબતે રામુ અને વિષ્ણુ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલીનો લોહીયાળ અંજામ:
નોનવેજના ટુકડા બાબતે રકઝક એટલી વધી ગઈ કે રામુએ આવેશમાં આવીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આ સમયે ડુંગળી સુધારી રહેલો વિષ્ણુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાં રહેલી છરી રામુના પેટમાં ઝીંકી દીધી હતી. હુમલો એટલો ગંભીર હતો કે રામુ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
સમગ્ર બનાવની જાણ લેબર કોન્ટ્રાક્ટર અજયને થતા તેણે તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ શીલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત રામુને સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી વિષ્ણુ ખુશવાનીની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.