રફ્તારના રાજાએ ફરી કોઈની જીંદગી રોળી
બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

અકસ્માત

અકસ્માત
દિવસે ને દિવસે અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના રીંગ રોડ પર અકસ્માત સર્જાયો છે જ્યારે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો છે
સુરતમાં ફરી એકવાર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. ઉધના દરવાજા ઓવરબ્રિજ પર આજે (20 ઓક્ટોબર) એક પૂરપાટ દોડતી કારે બાઇકચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા છે. આ સાથે જ કારમાંથી એક ભાજપનો ખેસ, ગ્લાસ, થમ્સ અપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું હતું. બાઈકચાલકનું લોહિ વહેતા રોડ પર રેલો ચાલ્યો હતો. હાલ આ મામલે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કારમાંથી ભાજપનો ખેસ મળ્યો મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપી જતા કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. વહેલી સવારે કારચાલકે બાઈકને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક નશા હોવાનું આશંકા વ્યક્ત કરાઇ રહી છે. કારણ કે, કારમાં થમ્સ અપની બોટલ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ મળી આવ્યું હતું. આ સાથે કારમાં ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો
પોલીસે બાઈકચાલકની ઓળખની કાર્યવાહી હાથ ધરી સ્કોડા કાર રજીસ્ટર નંબર GJ 05 JS 5161એ બાઈક હોન્ડા કંપનીની પેશન ગાડીને અડફેટે લીધી છે. કાર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જ્યારે ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે કારની એર બેગ સુધ્ધા ખુલી ગયા હતા. ઘટનાની જાણ થતા સલાબતપૂરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઈકચાલકની ઓળખ કરવાની દિશા અને કારચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
ભાજપનો કાર્યકર્તા હતો કે ખાલી ખેસનો વપરાશ કરતો હતો તે પણ એક સવાલ છે. પોલીસે સ્કોડા ચાલક દેવની ધરપકડ કરી લીધી છે. દેવ ભાજપનો કાર્યકર્તા હોવાની વાત ચર્ચામાં છે. કેમ કે દેવની કારમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો હતો.
સ્કોડા કાર રજીસ્ટર નંબર GJ 05 JS 5161એ બાઈક હોન્ડા કંપનીની પેશન ગાડીને અડફેટે લીધી છે. કાર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જ્યારે ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે કારની એર બેગ ખુલી ગઈ હતી. ઘટનાની જાણ થતા સલાબતપૂરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બાઈકચાલક કાપડ વેપારી હોવાનું સામે આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ