જામનગરમાં તૂટી પડેલા એરક્રાફ્ટની અંદરનું સત્ય બહાર આવ્યું,..વાંચીને તમે ચોંકી જશો
ભારતીય વાયુસેનાએ કહ્યું કે જેગુઆર 2 સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ

ભારતીય વાયુસેનાએ કહ્યું કે જેગુઆર 2 સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ

ભારતીય વાયુસેનાએ કહ્યું કે જેગુઆર 2 સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ
જામનગરમાં બુધવારે રાત્રે તૂટી પડેલા ભારતીય વાયુસેનાના ફાયર ફાયર પ્લેન દૂર્ઘટનામાં એક પાયલોટ શહીદ થયા છે જ્યારે અન્ય પાયલોટને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ દૂર્ઘટના સર્જાવા પાછળનું કારણ આપ્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે જેગુઆર 2 સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ થયું છે. એરક્રાફ્ટમાં ટેનિકલ ખામી આવી ગઇ હતી.
વાયુસેનાએ આ મામલે ટ્વીટ કરીને નિવેદન જારી કરતાં કહ્યું કે જામનગર એરફિલ્ડથી ઉડતું IAF જેગુઆર 2-સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. પાયલોટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો, જેમની તેમને ખબર પડી કે તરત જ તેઓએ એરક્રાફ્ટને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું, એરફિલ્ડ અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ કમનસીબે એક પાયલટનું ઇજાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. IAF જાન-માલની ખોટ બદલ ખેદ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઊભું છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે, ટૂંક સમયમાં રિપોર્ટ આવશે અને ત્યારબાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે બુધવારે રાત્રે જામનગરના કાલાવડ રોડ નજીક સુવરડા ગામની સીમમાં ભારતીય વાયુસેનાનું તાલીમી ફાઈટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે વાડી વિસ્તારમાં અગન ગોળો બની ધડાકાભેર તુટી પડ્યું હતું. સીમમાં પ્લેનનો કાટમાળ વિખેરાયો હતો અને આગ પણ લાગી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ઘટનાના પગલે એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક ઘાયલ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.