ગુજરાતને ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે. ટેકસટાઇલ માર્કેટનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર પોલિસી પણ બનાવે છે પરંતુ છેલ્લા 8 મહિનાથી ગુજરાતમાં ટેક્સટાઇલ્સ પોલિસી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં નવી પોલિસી બનાવવા માટે સરકારને સમય મળ્યો નથી. જેના કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇનમાં અથવા તો કાગળિયા પર પડી રહ્યા છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત રાજ્ય ટેક્સટાઇલનું સૌથી મોટું માર્કેટ છે જેથી ગુજરાત સરકાર ઝડપથી નવી ટેક્સટાઇલ્સ પોલિસી લાવીને ગુજરાતના ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનું નવિનીકરણ કરીને બુસ્ટ આપે તેવી માંગ ગુજરાતના ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો કરી રહ્યા છે.
આ વચ્ચે નોંધવામાં આવ્યું કે સુરતનો ટેકસ્ટાઇલ ઉદ્યોગ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે.અને ત્યારે સરકાર સફાળી જાગી છે. અને પાંચ વર્ષ માટે ટેક્સ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ટેક્સ્ટાઇલ પોલિસીમાં બ્લેક આઉટ પીરિયડ નહીં રાખવાની ખાતરી આપવામાં આવશે.
સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગનું આઠ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ બહાર ગયું છે. આમ સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ મહારાષ્ટ્રમાં જવા લાગતા સરકાર સફાળી જાગી ઉઠી છે. નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરવામાં આવતા સરકાર જાગી છે. હવે 20 ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે. છ ટકા વ્યાજ સબસિડી અને પાવર સબસિડી મળે તેવી વેપારીઓને આશા છે.
ગુજરાતના તાપી જિલ્લાની સરહદ નજીક નવાપુરના વેપારીઓ પહોંચ્યા છે.નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરતા સરકાર હવે જાગી છે. ગુજરાતની ટેક્સટાઈલ પોલિસી આ વર્ષે પૂરી થઈ ગઈ છે, જેથી ઉદ્યોગકારો 90 કિલોમીટર દૂર નવાપુરમાં યુનિટો શિફ્ટ કરી રહ્યાં છે. સુરતની ઈન્ડસ્ટ્રી હાલ અપગ્રેડેશન મોડમાં છે. પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની પોલિસી બંધ છે. ગુજરાતની પોલિસી કરતાં મહારાષ્ટ્રની પોલિસીમાં વધુ વળતર મળતું હોવાથી 3 વર્ષમાં 200થી વધુ યુનિટો શિફ્ટ થઈ ચુક્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. કારણ ફક્ત એક જ છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 ડિસેમ્બરમાં પોલિસી પૂર્ણ થઇ ગઇ છે. 8 મહિનાનો સમય વિતી ચૂક્યો હોવા છતાં પણ સરકારે નવી પોલિસી જાહેર નથી કરી. જેના કારણે ટેક્સટાઇલ્સમાં જે યુનિટોને એક્સપાન્ડ કરવાનું આયોજન ઉદ્યોગકારો બનાવ્યું છે તે આયોજન હજુ ફક્ત કાગળ પર જ રહ્યું છે. સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે નવી પોલિસી જાહેર થઇ નથી