ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડીને.આશરે 50 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનું કનેક્શન ધોળકા પહોંચ્યુ છે.આરોપીએ કબૂલાત કરી છે કે તેનું રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં છે. આરોપીઓની બાતમીના આધારે ATSએ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી વાંરવાર કેટલાય કરોડોનું ડ્ર્ગ્સ ઝડપાઇ ચૂક્યું છે. આ પહેલાં ખંભાતમાઁથી પણ 100 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું અને હવે તેના જ કનેક્શનથી ધોળકામાંથી 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જે પ્રમાણે અત્યારે ATS સઘન તપાસના મૂડમાં હોવાથી ગુનેગારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ATS અધિકારીના જણાવ્યા અનુસાર ધોળકામાં મળેલાં ટ્રેમેડોલ નામના ડ્રગ્સનો ઉપયોગ આફ્રિકામાં ટેરરિસ્ટ વધુ પ્રમાણમાં કરતા હોય છે.