ઝઘડીયામાં નરાધમનો ભોગ બનેલી બાળકીની હાલત અત્યંત નાજુક
તબીબો માને છે કે સર્જરી બાદ બાળકીની હાલત હાલ સ્ટેબલ છે પણ હજું આગામી 24 કલાક નિર્ણાયક

ઝઘડીયામાં નરાધમનો ભોગ બનેલી બાળકીની હાલત અત્યંત નાજુક

ઝઘડીયામાં નરાધમનો ભોગ બનેલી બાળકીની હાલત અત્યંત નાજુક
ભરુચના ઝઘડીયા જીઆઇડીસીમાં નરાધમે સગીરા પર અત્યંત કૃરતાપૂર્વક આચરેલા દુષ્કર્મ બાદ બાળકીને વડોદરા સયચાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. નરાધમે બાળકી પર એટલો ઘૃણાસ્પદ અત્યાચાર ગુજાર્યો હતો કે માત્ર 10 વર્ષની બાળકી પર ત્રણ સર્જરી કરવી પડી છે અને તેની હાલત નાજુક ગણાવાઇ રહી છે. તબીબો માને છે કે સર્જરી બાદ બાળકીની હાલત હાલ સ્ટેબલ છે પણ હજું આગામી 24 કલાક નિર્ણાયક છે.
ભરુચના ઝઘડીયા વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી વડોદરાના સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. હજું સુધી તે ભાનમાં આવી નથી. તેની સારવાર 3 દિવસથી ચાલી રહી છે. ભરુચમાં થયેલા ઓપરેશ બાદ બાળકીને ઇન્ફેક્શન થતાં તેનું બીજુ ઓપરેશન કરવું પડ્યું હતું. આ ઓપરેશન જટીલ હતું અને અઢી કલાક ચાલ્યું હતું.
બીજી તરફ ભરૂચ પોલીસે દુષ્કર્મ આચરનારા નરાધમ વિજય પાસવાનને લઇને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, વિજય પાસવાને 10 વર્ષની બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ કરતા પહેલા વિજયે બાળકીને મોંઢા પર પથ્થર મારીને તેને લોહીલુહાણ કરી દીધી હતી.દુષ્કર્મ બાદ તેના ગુપ્ત ભાગમાં કૃરતા આચરીને સળીયો નાખ્યો હતો જેથી બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી.
ભરુચમાં બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે. આ ઘટનામાં પણ પીડિતા પર નરાધમોએ આ જ પ્રકારની કૃરતા આચરી હતી. આરોપી વિજય પાસવાને આ જ સગીરા પર અઠવાડીયા પહેલાં પણ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ભોગ બનેલી પીડિતા ઝારખંડની હોવાથી ઘટનાની જાણ થતાં ઝારખંડ સરકારના મંત્રી દિપીકા પાંડે સિંહ પણ વડોદરા આવ્યા હતા અને બાળકીના પરિવાર સાથે 50 મિનીટ વાત કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે આરોપીને કડક સજા થાય તેવી માગ કરી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.