ગુજરાતના નડાબેટ ખાતે મુખ્યમંત્રીએ યોગ દિવસની ઉજવણી કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSFના જવાનો સાથે યોગ કર્યા હતા


બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર સમગ્ર ગુજરાતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે પાકિસ્તાનની સરહદે જઈને BSFના જવાનો સાથે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો જોડાયા હતા. નડાબેટની સાથે સાથે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ગણાય છે. યોગ એ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. અંદાજે પાંચ હજાર વર્ષ પહેલા ઋષિ પતંજલિએ યોગની રચના કરી હતી. ત્યારથી ભારતમાં યોગની પરંપરા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડનમાં નાગરિકો સાથે યોગ કર્યા. અહીં યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા હતા અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. હર્ષ સંઘવીએ યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મેયર પ્રતિભા જૈન, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
Source By : CMO Gujarat
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત