વિસનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેને ભાંગરો વાટ્યો
વોટ્સએપ સ્ટેટસ ઉપર પ્રજાસત્તાક દિવસના બદલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

ચેરમેને ભાંગરો વાટ્યો

ચેરમેને ભાંગરો વાટ્યો
ભાજપ શાસિત વિસનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ બારોટને પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસ અંગે જાણ નહી હોવાનું સામે આવ્યુ છે. મનિષ બારોટે તેમના વોટ્સએપ સ્ટેટસમાં 76માં ગણતંત્ર દિવસના બદલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાછવીને ભાંગરો વાટ્યો હતો.
મનિષ બારોટના વોટ્સએપ સ્ટેટસનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે શહેરીજનોમાં શિક્ષણ સમિતિના ચેરમેનના શિક્ષણ અંગે સવાલ ઉઠ્યા હતા. બની બેઠેલા નેતાઓના શિક્ષણના સ્તરનો નમૂનો આ કિસ્સા પરથી જોવા મળ્યો છે.
વોર્ડ નં.6 નાં ભાજપના નગરસેવક મનિષ બારોટ હાલમાં વિસનગર નગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન છે. વોર્ડ નં.6 નાં મતદારોએ ચૂંટણીમાં સારા મતદાનથી ચૂંટી કાઢતાં શાસક પક્ષે શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ આપ્યું છે.
શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ બારોટનું જનરલ નોલેજ અને ખુદનું શિક્ષણ સ્તર કેટલું છે તે અંગે શહેરીજનોને જાણ થઈ ગઈ છે. ગણતંત્ર દિવસના દિવસે શિક્ષણ સમિતિના ચેરમેને પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પ્રજાસત્તાક દિવસના બદલે 'સ્વતંત્રતા દિવસ'ની શુભેચ્છા આપી દીધી હતી. આ સ્ટેટસનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરની શાણી પ્રજાએ શિક્ષણ સમિતિના ચેરમેનનું શિક્ષણ સ્તર પારખી લીધું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.