આમોદ જંબુસર રોડ પર આવેલો ઢાઢર નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં
રેલીંગ તૂટેલી, માણસ ગરકાવ થાય તેવા મોટા હોલ અને રસ્તા પર અનેક ખાડા છતાં તંત્ર ઉદાસીન

રેલીંગ તૂટેલી, માણસ ગરકાવ થાય તેવા મોટા હોલ અને રસ્તા પર અનેક ખાડા છતાં તંત્ર ઉદાસીન

રેલીંગ તૂટેલી, માણસ ગરકાવ થાય તેવા મોટા હોલ અને રસ્તા પર અનેક ખાડા છતાં તંત્ર ઉદાસીન
ભરૂચના આમોદ જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બ્રિજ ગમે ત્યારે ધરાશાઇ થાય તેવી ભીતિ છે છતાં તંત્ર એટલું બેદરકાર અને આળસું છે કે બ્રિજનું સમારકામ શરુ કરાયું નથી તો બ્રિજને બંધ પણ કરવામા આવ્યો નથી. જો આ બ્રિજ બંધ નહીં કરાય તો ગમે ત્યારે મહિસાગર નદીના ગંભીરા બ્રિજ પર થયેલી દૂર્ઘટના જેવી જ દૂર્ઘટના સર્જાય તેની પુરેપુરી શક્યતા છે. આ બ્રિજના સમારકામ બાબતે સ્થાનિક લોકોએ અન આગેવાનોએ અનેક વાર રજૂઆતો કરી છે છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી
ભરુચના આમોદ જંબુસર રોડ પર આવેલો બ્રિજ આસપાસના ગામો માટે સુરત તરફ જવું હોય તો ખુબ જ અગત્યનો બ્રિજ છે પણ આ બ્રિજની છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલત થઇ ગઇ છે. બ્રિજની રેલિંગ તૂટી ગયેલા છે અને ગમે ત્યારે કોઇ વાહન બ્રિજની નીચે ખાબકી જાય તેવી આશંકા જોવા મળે છે. બ્રિજનો રસ્તો તૂટી ગયેલો છે અને ઠેર ઠેર મોટી અને પહોળી તિરાડો જોવા મળે છે. એવા મોટા હોલ પણ જોવા મળે છે કે જો કોઇ ધ્યાન ના રાખે તો માણસ હોલમાં ઉતરી જઇ શકે તેમ છે.
આ મામલે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ઢાઢર નદીનો પુલ સુરત જતો રોડ આ વિસ્તારના નાગરિકો માટે ખુબ અગત્યનો છે અને તેના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરી છે. છતાં 5 મહિનાથી રિપેરીંગ કે ડાયવર્ઝન અપાતું નથી. હું ધારાસભ્ય હતો ત્યારે પણ રજૂઆત કરી હતી. આજે જે ઘટના બની છે તે દુખદ છે. આ નદીમાં મગર છે. સરકારને વિનંતી છે. અમે ધ્યાન દોરીએ છીએ કે ઉંઘતા હોયતો જાગો ભારે વાહન બંધ કરાવો. મહિસાગર જેવી સ્થિતી ના થાય તે માટે ધ્યાન દોરું છું. બ્રિજનો રસ્તો તૂટેલો છે. મોટી તિરાડો અને ખાડા જોવા મળે છે.પુલની રેલીંગ તુટી ગયેલી છે પુલનો રસ્તો બિસમાર છે. માણસ આખો ઉતરી પડે તેવા હોલ પડેલા છે
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!