Vadodara: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં નવા વૈકલ્પિક રૂટ જાહેર!
ગંભીરા બ્રીજ જ્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રીજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે

તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે
પાદરા - જંબુસર વચ્ચે આવેલો ગંભીર બ્રીજ આજે તૂટી પડ્યો હતો. જેમાં 7 જેટલા વાહનો નદીમાં ખબક્યા હતા. અને એક ટ્રક બ્રીજ પર અધવચ્ચે લટકી રહ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોય તેવી સત્તાવાર માહિતી મળી હતી જેમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીરા બ્રીજ જ્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રીજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યું છે.
વૈકલ્પિક રૂટ જાહેર :
ગંભીરા બ્રીજ તૂટી પાડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયા છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને બ્રીજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ગંભીરા બ્રીજ જ્યાં સુધી ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
તંત્ર દ્વારા પ્રતિબંધિત રસ્તાઓ :
ઉમેટા બ્રીજ : ભારે વાહનો માટે આ બ્રીજ પણ પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક રૂટ :
તારાપુરથી વડોદરા જતાં ભારે વાહનો માટે સીધા વાસદ થઈને વડોદરા તરફ જવું.
બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતાં નાના વાહનો માટે ગંભીર બ્રીજ તરફ જવાને બદલે ઉમેટા થઈને નીકળવું, ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
પાદરા કે આનંદ તરફ કે તારાપુર તરફ જતાં વાહનો માટે નાના વાહનોને ઉમેટા તરફ જવું અને મોત ટ્રેક્ટર અથવા તો કાર બોલર જેવા વાહનોને વાસદ થઈને નીકળવું.
જાંબુસરથી સૌરાષ્ટ્ર તરફ જતાં ભારે વાહનો માટે કરજણ ભારતમાળા એક્સપ્રેસ અને અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર થી તારાપૂર થી બોરસદ થઈ વડોદરા તરફ જવું અને આસોદરથી આંકલાવ તરફ આવતા ભારે વાહનો નેશનલ હાઈવે નં. 48 એક્સપ્રેસ હાઇવે અને ભારતમાળા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે.
આનંદથી વડોદરા આવતા ભારે વાહનો માટે મહીસાગર નદી પર સિઘરોટ બ્રીજ ખૂબ જ જૂનું હોવાથી સાવચેતીના ભાગરૂપે ભારે વાહનો માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા જાહેર નામું બહાર કરવામાં આવ્યું છે. જો કોઈ ભી વાહન વ્યવહાર આ જાહેરનામનું ઉલ્લઘન કરનાર સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લઘન કરનાર સામે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ ગુનો દાખલ કરવાની સત્તા ધરાવે છે. આવી ગંભીર દુર્ઘટનાને કારણે લોકોના મનમાં ડરનો માહોલ સર્જાયો છે. આ ઘટના બન્યા બાદ ઘણા લોકો પોલ પરથી જવાનું ટાળી રહ્યા છે. સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલા જેટલા પણ જૂના પૂલ છે. તેના પર કાર્યવાહી હાથી ધરી છે. જેટલા પણ પૂલ જર્જરિત હાલતમાં છે તે બધા પૂલ ના રીપોર્ટ સરકારે મંગાવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!