અલ્પેશ કથિરીયાનો ફરી પડકાર, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું'
હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે

હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે

હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે
ગોંડલમાં અલ્પેશ કથિરીયા વિરુદ્ધ ગણેશ ગોંડલ વચ્ચેનો જંગ હજું પણ શાંત પડ્યો નથી. પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આરપારની લડિ જોવા મળી રહી છે. રવિવારે ગણેશ ગોંડલના પડકાર બાદ અલ્પેશ કથિરીયા અને જીગીશા પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ગોંડલ પહોંચ્યા હતા જ્યાં ભારે ધમાસાણ થયું હતું. હવે ફરી એક વાર અલ્પેશ કથિરીયાએ ગણેશ ગોંડલ પર નિશાન સાધ્યું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે અલ્પેશ કથીરિયાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ દ્વારા અલ્પેશ કથિરીયાનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી. જાહેર મંચ ઉપરથી તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી.
ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, તેનો જવાબ ફરી અલ્પેશ કથિરિયાએ આપ્યો છે. કથિરિયાએ જાહેર મંચથી જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેકે અને કોઈ ગાળો આપે તે કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે તેવી ચીમકી તેમણે આપી હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.