આરોપીઓને કાયદાનો ડર જ નથી
કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની 5 ઘટનાઓ

એક જ દિવસમાં દુષ્કર્મની 5 ઘટનાઓ

એક જ દિવસમાં દુષ્કર્મની 5 ઘટનાઓ
રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આરોપીઓને જાણે કે કાયદાનો ડર જ ન હોય એમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાંથી એકસાથે દુષ્કર્મની 5 ઘટના સામે આવી છે. અમરેલીના વડિયામાં ચાર શખસે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું છે, તો ભાવનગરમાં પાંચ વર્ષીય માસૂમ બાળા સાથે પણ દુષ્કર્મનો બનાવ બન્યો છે.ત્રીજી ઘટના અમદાવાદના વાસણા, ચોથી ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તાર અને પાંચમી અમદાવાદ નિકોલની. જેમાં એક યુવતી, બે સગીરા અને 2 માસુમ બાળકી નરાધમોનો ભોગ બની છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા એક પરિવારની માસુમ સાત વર્ષની બાળકી સાથે તેના વિસ્તારમાં રહેતા નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આટલુ ઓછુ હોય તેમ જધન્ય કૃત્ય આચરનારાએ બાળકીનુ ગળુ દબાવીને તેની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે બાળકીએ બૂમાબૂમ કરતા કોઈ આવી જાય તેની બીક લાગતા આરોપી બાળકીને મુકીને નાસી છુટયો હતો. આ અંગે બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
અમરેલીમાના વડીયામાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના વિશે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરીયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી. મૈત્રી સંબંધના રૂપે તે અવાર-નવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેની નજર પોતાની મિત્રની 12 વર્ષની બાળકી પર બગડી. સગીરા એકલી હોવાની જાણ થતાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાએ આ બાબતે પિતાને જાણ કરતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જ્યાં પાડોશી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને રસોઈના બહાને ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી એટલેથી ન અટકતા સગીરાની બદનામી કરી તેની બહેનને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગરના વરતેજ વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે ચારથી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે પાડોશી યુવક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ