રાજકોટ બાદ હવે અમદાવાદમાં કાર ચાલકનો આતંક, પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ...
GJ-27-DM-9988 નંબરની આ ગાડીએ શહેરી વિસ્તારમાં અયોગ્ય રીતે વાહન ચલાવી આતંક મચાવ્યો હતો...

દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં થાર ગાડી ચાલકે મચાવ્યો આતંક...

દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં થાર ગાડી ચાલકે મચાવ્યો આતંક...
અમદાવાદના દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં એક લાલ રંગની થાર ગાડીએ ગભરાટ ફેલાવ્યો. GJ-27-DM-9988 નંબરની આ ગાડીએ શહેરી વિસ્તારમાં અયોગ્ય રીતે વાહન ચલાવી આતંક મચાવ્યો હતો.
પોલીસે ગાડી હટાવવાનું કહ્યું તો દાદાગીરી કરી...
પ્રાપ્ત માહિતી અનુસાર, શંકાસ્પદ રીતે રોડ પર ગાડી ઉભી રાખવામાં આવી હતી. ટ્રાફિક માટે અવરોધ ઊભો થતાં, પોલીસ અધિકારીઓએ ચાલકને ગાડી ખસેડવા કહ્યું. જો કે, તેના બદલે, થાર ચાલકે દાદાગીરી દાખવતા ગાડી હટાવવાની ના પાડી.
પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ...
ઘટનાને ગંભીર બનાવતા, આરોપી ચાલકે પોલીસ અધિકારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. આ અણધારી હરકતથી ત્યાં હાજર લોકોમાં ભય ફેલાઈ ગયો.
લોકોને અને વાહનોને અડફેટે લીધા...
આ અવળચંડા ચાલકે અન્ય વાહનો અને રાહદારીઓ સાથે ટક્કર મારી લોકોમાં દોડધામ મચાવી દીધી. લોકો ગભરાઈને બચવાના પ્રયાસમાં એક તરફ દોડી ગયા.
થાર ચાલક ફરાર...
આ ત્રાસ બાદ થાર ચાલક ગાડી ઝડપભર્યે દોડી ફરાર થઈ ગયો. પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપી માટે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે થાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.