ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, 250થી વધુ અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોના વિરોધ પ્રદર્શન મામલે પ્રફુલ પાનસેરીયાનું નિવેદન

ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, 250થી વધુ અટકાયત

ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, 250થી વધુ અટકાયત
આજે રાજ્યભરના ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન માટે ગાંધીનગર પહોંચ્યા છે. બીજી તરફ, આંદોલન આક્રમક બનતા પહેલા પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશખબરી મળી છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ શિક્ષકની ભરતી માટે મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, 'ગુજરાત સરકાર 24,700 નવા શિક્ષકોની ભરતી કરશે. સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આચાર સંહિતાની અસરને કારણે આ પ્રક્રિયામાં મોડું થયું છે, પરંતુ હવે જાહેરાત બાદ સંપૂર્ણપણે ચોક્કસ ભરતી થશે.'
શિક્ષણ મંત્રીએ આ નિવેદન આપતા આંદોલન પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે જોવાનું છે કે, પ્રફુલ્લ પાનસેરીયાના આ નિવેદન પછી, ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન પાછું ખેંચે છે કે આંદોલન વધુ તીવ્ર બને છે.
TET-TATના 250થી વધુ ઉમેદવારોની અટકાયત
ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારો પોતાના પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી આપી રહ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આને પગલે સત્યાગ્રહ છાવણીએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ આંદોલનને મજબૂત કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જોડાવાની અપીલ કરી રહ્યા છે. જેના પરિણામે, મોટી સંખ્યામાં ઉમેદવારો આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને તમામ ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થઈ રહ્યા છે. જોકે, આંદોલન સ્થળે પહોંચતા પહેલા પોલીસ દ્વારા 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી દેવામાં આવી છે. આ અટકાયતી કાર્યવાહીથી ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.