અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન
વર્ષ 2022માં ચંડોળા તળાવમાંથી પકડાયા હતા અલકાયદાના ચાર આતંકવાદીઃ JCP શરદ સિંઘલ

ડ્રગ્સ રેકેટ, પ્રોસ્ટીટ્યુશન, આતંકીઓની મદદ જેવી થતી હતી દેશવિરોધી પ્રવૃતિઓઃ JCP શરદ સિંઘલ

ડ્રગ્સ રેકેટ, પ્રોસ્ટીટ્યુશન, આતંકીઓની મદદ જેવી થતી હતી દેશવિરોધી પ્રવૃતિઓઃ JCP શરદ સિંઘલ
અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન સામે આવ્યું છે. વર્ષ 2022માં ચંડોળા તળાવમાંથી અલકાયદાના ચાર આતંકવાદી પકડાયા હોવાનો અને તેની તપાસ એનઆઈએ કરતું હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યુ છે. જેસીપી શરદ સિંઘલે જણાવ્યુ કે, ચંડોળા તળાવમાં ડ્રગ્સ રેકેટ, પ્રોસ્ટીટ્યુશન, આતંકીઓની મદદ જેવી થતી હતી દેશવિરોધી પ્રવૃતિઓ થતી હોવાનું જાણવા મળતાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના રહેઠાણો પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. એએમસી દબાણ ખાતાની ટીમે 2 હજારથી વધુ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી ચંડોળા તળાવ આસપાસ કરાયેલા દબાણો હટાવવાની કામગીરી કરી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાં વસતા બાંગ્લાદેશીઓ ગેરકાયદે અને દેશવિરોધી પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન સામે આવ્યુ છે. અલ-કાયદા જેવા ખૂંખાર આતંકવાદીઓ સાથે ઘૂસણખોરોનું કનેક્શન ખૂલ્યુ છે.
આતંકી કનેક્શન સામે આવતા 4 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત પણ કરવામાં આવી છે. નકલી આધારા પૂરાવા સાથે રહીને ડ્રગ્સ રેકેટ, પ્રોસ્ટીટ્યુશન, આંતકીઓની મદદ કરવા જેવી દેશવિરોધી અને ગેરકાયદે પ્રવૃતિ કરતા હોવાનો ખુલાસો થયો છે. 10-12 વર્ષથી બાંગ્લાદેશી ઘૂસણખોરોએ મોટી વસાહત ઉભી કરી દીધી છે. આસપાસના લોકોમાં એવો ડરનો માહોલ ઉભો કર્યો હતો કે તેમની સામે કોઈ બોલવા તૈયાર નથી.
ચંડોળા તળાવમાં માદક પદાર્થોની હેરાફેરીનું રેકેટ ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. સામાન્ય માણસો ત્યાંથી નીકળવામાં પણ ડર અનુભવે છે. અનેક ખોલીઓ ખડકી દીધી હોવાથી પોલીસને કાર્યવાહીમાં પણ તકલીફ થતી હતી. છેલ્લા 15 વર્ષમાં દોઢ લાખ સ્કવેર મીટરની સરકારી જમીન પર ઘૂસણખોરોએ દબાણ કરી દીધુ છે. જેના પર હવે બુલડોઝર ફેરવીને વિસ્તારને સાફ કરી દેવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલના જણાવ્યા મુજબ વર્ષ 2022માં ગુજરાતમાં ચાર અલકાયદા ઈન્ડિયા સબ કોન્ટીનેન્ટના આતંકવાદીને પકડવામાં આવ્યા હતા. જેની તપાસ NIA કરી રહી છે. જે બાદ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે જાણ્યુ છે કે JMB (જમાતે ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ) આતંકવાદીઓ ત્યાંની જેલમાંથી છૂટીને અહીં ચંડોળા તળાવમાં નેટવર્ક ઉભુ કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. અહીં વસતા ઘૂસણખોરો તેમને મદદગારી કરી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
અનેક ડ્રગ્સના કેસ વિસ્તારમાંથી સામે આવ્યા છે. છેલ્લા 6 મહિનામાં ગાંજા, MD ડ્રગ્સ, ચરસના કનેક્શન ખૂલ્યા છે. અહીંથી ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ડ્રગ્સનું મોટુ રેકેટ અહીંથી ચાલતુ હતુ. અત્યંત ગીચ વિસ્તાર બનાવી દેવાયો હોવાથી પોલીસ કે એજન્સીવાળા તપાસ માટે જાય તો ઘૂસણખોરો તેમને એલર્ટ કરી દેતા હતા. તેના કારણે કેસ ઉકેલવામાં અનેક અડચણો આવતી હતી.
ગત વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અહીં ચાલતા કૂટણખાનાના ધંધામાંથી બે સગીરાને મુક્ત કરાવી હતી. લલ્લુ બિહારી નામનો શખ્સ મોટાપાયે દેહવિક્રયનો ધંધો ચલાવતો હતો. જેમા ઘરકામ કરવાના બહાને બાંગ્લાદેશથી છોકરીઓને લાવવામાં આવતી હતી. અહીં લાવીને તેમને દેહવિક્રયમાં ધકેલી દેવાતી હતી. કોઈ દસ્તાવેજ કે આધાર પુરાવા વિના આવ્યા હોવાથી મહિલાઓ પરત જઈ શકે કે ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં રહેતી ન હોવાથી તેનો લાભ લલ્લુ બિહારી લેતો હતો.
ગયા વર્ષે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખોટા અને ગેરકાયદેસર દસ્તાવેજો અને મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. જ્યાં આરોપીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ દ્વારા પૈસા કમાતા હતા અને તેને ગેરકાયદે બાંગ્લાદેશ ટ્રાન્સફર કરતા હતા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં એવા કેસમાં FIR દાખલ કરશે જ્યાં બાંગ્લાદેશી નાગરિકોએ ખોટા દસ્તાવેજો બનાવીને ભારતીય પાસપોર્ટ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી DGP અને CPએ 25 એપ્રિલે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નાબૂદ કરવા, ઘૂસણખોરી અટકાવવા અને સરકારી મિલકત પર અતિક્રમણ રોકવા ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં, ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવા તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે અમદાવાદ શહેર પોલીસે 26 એપ્રિલે ચંડોળા તળાવની આસપાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતુ.
જ્યારે મંગળવારે 2 હજારથી વધુ પોલીસકર્મીઓ, એસઆરપીની 15 કંપનીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના 1800 કર્મચારીઓ, 74 જેસીબી, 200 ટ્રક, ઇલેક્ટ્રિશિયનની 20 ટીમો, 10 મેડિકલ ટીમો, 15 ફાયર ટેન્ડરો મળીને 2 હજારથી વધુ ઝૂંપડાના દબાણ, 3 ગેરકાયદે રિસોર્ટ, ગેરકાયદેસર પાર્કિંગ યુનિટ તોડી પાડીને સમગ્ર વિસ્તારને દબાણ મુક્ત કર્યો છે. આગામી દિવસોમાં મેગા ડિમોલિશન ચાલુ રહે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.