લો બોલો... દીકરીને સપનું આવ્યુ ને પરિવાર શિવલિંગ ચોરી લાવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરના શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલાયો

હિંમતનગરના પરિવારે શિવલિંગની ચોરી કરી ઘરે સ્થાપિત કરી શિવરાત્રીએ પૂજા અર્ચના પણ કરી

હિંમતનગરના પરિવારે શિવલિંગની ચોરી કરી ઘરે સ્થાપિત કરી શિવરાત્રીએ પૂજા અર્ચના પણ કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારે આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મંદિર સાથે અજીબો ગરીબ ઘટના બની છે. હિંમતનગરમાં એક પરિવારની દીકરીને સપનું આવ્યુ અને પરિવાર શિવલિંગ ચોરી લાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહાશિવરાત્રિના આગલા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શિવમંદિરમાંથી શિવલિંગની ચોરી થતાં પોલીસ તંત્ર દોડતું થયુ હતું. જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને હિંમતનગરના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેન્દ્ર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રે એક સપનું આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ માતાજી મંદિર પાસેના દરિયા કિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના મંદિરનું શિવલિંગ ઘરે લાવીને સ્થાપન કરવામાં આવશે તો પ્રગતિ થશે. દીકરીના સપનાને સાકાર કરવા હિંમતનગરના જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ સમરસિંહ મકવાણા, મનોજ અમરતસિંહ મકવાણા અને મહેન્દ્ર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા સાથે અન્ય ત્રણ મહિલાઓએ શિવલિંગની ચોરી કરવાનો નિર્ણય કર્યો હતો.
અલગ-અલગ બે વાહનોમાં આવીને તમામ લોકો હર્ષદ ખાતે રોકાયા હતા. થોડા દિવસ સુધી તેઓએ રોકાણ કરીને રેકી કરી હતી. મહાશિવરાત્રિના એક દિવસ પહેલાં હર્ષદના દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગની ચોરી કરી તમામ લોકો વતન હિંમતનગર લઈ ગયા હતા. ચોરી કરેલા શિવલિંગની સ્થાપના કરીને મહાશિવરાત્રિના દિવસે પૂજા પણ કરી હતી.
25 ફેબ્રુઆરીના રોજ થયેલી શિવલિંગની ચોરીનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો. તેથી જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની એસઆઈટીની રચના કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.