માતૃભાષામાં ટેકનિકલ શિક્ષણ ન ચાલ્યું, ગુજરાતીમાં એન્જિનિયરીંગનો કોર્ષ બંધ
ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થી ન મળ્યાઃ માતૃભાષામાં એન્જિનિયરીંગનો પ્રયાસ નિષ્ફળ

પ્રથમ વર્ષે માત્ર ચાર વિદ્યાર્થીઓઃ આ વર્ષે વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમમાં શિફ્ટ થઈ ગયા

પ્રથમ વર્ષે માત્ર ચાર વિદ્યાર્થીઓઃ આ વર્ષે વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમમાં શિફ્ટ થઈ ગયા
GTU સંલગ્ન જીપેરી (ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ) કોલેજમાં વર્ષ 2022માં ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમો ગુજરાતીમાં શરૂ કરાયો હતો. ચાર શાખામાં ગુજરાતીમાં અભ્યાસક્રમો શરૂ કરાયા બાદ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ મળ્યા ન હતા. ગત વર્ષે કોઈપણ બ્રાંચમાં એકપણ વિદ્યાર્થીએ પ્રવેશ ન લેતા આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતીમાં એન્જિનિયરીંગ અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસાણા નજીક મેવડ ખાતે આવેલી ગુજરાત પાવર એન્જિનિયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોલેજમાં નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતીમાં એન્જિનિયરીંગ અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. સિવિલ, કોમ્પ્યુટર, મિકેનિકલ અને કોમ્પ્યુટર સહિતની ચાર બ્રાંચમાં 30-30 બેઠકો સાથે ગુજરાતીમાં ડિગ્રી એન્જિનિયરિંગ શરૂ કરાયુ હતું. માતૃભાષામાં ઈજનેરી અભ્યાસક્રમો શરૂ થતા પ્રથમ વર્ષે ચાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. આ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં શિફ્ટ થઈ ગયા છે.
ટ્યુશન ફી વેવર સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને ફી ભરવાની ન હોવા છતાં પણ ગુજરાતી મીડિયમમાં પ્રવેશ લેતા નથી. ઈડબ્લ્યુએસ સાથેની 34 બેઠકો ખાલી રહેતી હતી. ગત વર્ષે પણ 34 બેઠકોમાંથી એકપણ બેઠક એકપણ કોર્સમાં ભરાઈ નથી. જેથી 2025-26થી ગુજરાતીમાં ઈજનેરી અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. GTU દ્વારા એન્જિનિયરિંગના પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યા હોવાથી તમામ ખર્ચો માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.
આ મામલે GTUના રજીસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું કે, ગુજરાતીમાં એન્જિનિયરીંગ કરતા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટનો અને ભવિષ્યમાં વધુ અભ્યાસ માટે વિદેશ જવા તક ન મળે તેનો ડર હતો. જેના કારણે વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરે છે. અમે માતૃભાષામાં એન્જિનિયરીંગના અભ્યાસક્રમ માટે ખૂબ પ્રયત્ન કર્યા છતાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા નહી હોવાથી કોર્ષ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોલેજ વર્ષો સુધી ગુજરાત પાવર કોર્પોરેશન હેઠળ ચાલતી હતી. આ કોલેજ બંધ થવાની હોવાથી રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી વર્ષ 2020માં જીટીયુને સોંપી હતી. ચાર વર્ષ સુધી જીટીયુએ દર વર્ષે સ્ટાફના પગાર ચુકવી 18 કરોડ ખર્ચ્યા હતા. અનેક રજૂઆતો બાદ સરકારે આચાર્ય સહિત અધ્યાપકોની ટીચિંગ સ્ટાફ ભરતી અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે મહેકમની મંજૂરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.