ભાવનગર, અમદાવાદ, નડિયાદમાં આવકવેરાના દરોડામાં ₹170 કરોડની કરચોરી ઝડપાઈ
તમાકુ, છીંકણી, રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગ જૂથના 35 સ્થળો પર દરોડા પાડ્યા હતા

9 કરોડ રોકડ, જ્વેલરી જપ્ત, 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા, હજુ 9 લોકર સીલ

9 કરોડ રોકડ, જ્વેલરી જપ્ત, 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા, હજુ 9 લોકર સીલ
આવકવેરા વિભાગ દ્વારા તમાકુ, છીંકણી અને રિઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગ જૂથમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. ભાવનગર, નડિયાદ અને અમદાવાદમાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં ₹170 કરોડની કરચોરી પકડાઈ છે. રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા અને રીયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા બિલ્ડર-ડેવલપર્સના 35 સ્થળે પાડેલાં દરોડામાં ₹170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે. ઈન્કમટેક્સ વિભાગને 5.5 કરોડની રોકડ મળી હતી. પરંતુ 4.5 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. જ્યારે 14 કરોડની જવેલરીમાંથી સ્ટોકિંગ ટ્રેડ માટે હોવાથી તે પૈકી 4.5 કરોડની જવેલરી જપ્ત કરાઈ છે. આવકવેરા વિભાગે 9 કરોડ રોકડ અને જવેલરી જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે સવારથી ભાવનગર, નડિયાદ, અમદાવાદમાં 26 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ દરોડાનો વ્યાપ વધારી વધુ 9 સ્થળોને આવરી લઈ 35 સ્થળે સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન એક જ સ્થળેથી 20 પ્રાઈવેટ લોકર પૈકી 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા છે. જ્યારે 9 લોકર હજુ સીલ કરાયેલા છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા ડોક્યુમેન્ટ, ડિજીટલ ડેટાની પ્રાથમિક ચકાસણીમાં તમાકુ અને છીંકણીના ટ્રેડિંગમાં ₹70 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ઓન મની પ્રોપર્ટી વેચાણના ₹30 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે. જમીન, મકાનમાં ₹30 કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકડેથી ખરીદ-વેચાણના ₹40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. સર્ચ ઓપરેશનના અંતે જંગી કરચોરી પકડાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્કમટેક્સ વિભાગે ભાવનગરમાં 28, અમદાવાદમાં 2 અને નડિયાદમાં 5 સહિત કુલ 35 સ્થળો પર સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગે તમાકુ, છીંકણી અને રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા 26 વ્યક્તિ સામે સર્ચ વોરંટ ઈસ્યુ કર્યા છે. તમાકુ અને છીંકણીનો વ્યવસાય કરતાં ઉદ્યોગ જૂથ પરના દરોડામાં મોટાપાયે રોકડ વ્યવહારો જોવા મળ્યા છે. રોકડ વ્યવહારના આધારે લોન મેળવવામાં આવી હોવાનું દર્શાવીને મોટી કરચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. રણછોડદાસ ઝીણાભાઇ ધોળકિયા, જયેશ રણછોડદાસ ધોળકિયા, હેમંત ધોળકિયા, દેવેન્દ્ર ધોળકિયા, ગિરીશ શાહ, કમલેશ શાહ, નાઝીર કાલીવાલા, શરદકુમાર કાંતિલાલ ચાંપાનેરી અને જયંત જમનાદાસ શાહના રહેણાંક અને ધંધાના સ્થળો, ઓફિસોમાં આવક વેરા વિભાગે સાગમટે દરોડા પાડ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.