ગુજરાતમાં તલાટીઓ લડી લેવાના મૂડમાં
મહેસૂલી કામગીરી બંધ કરવાની ચીમકી, જોબચાર્ટ મુદ્દે સરકારને લેખિત ચેતવણી

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Talati Protest: ગુજરાતમાં પંચાયત તલાટી કમ મંત્રીઓ અને મહેસૂલી તલાટીઓના જોબચાર્ટ (કામગીરીની રૂપરેખા) અલગ કરવાની વર્ષો જૂની માંગણી સંતોષવામાં ન આવતાં રાજ્યભરના તલાટીઓ હવે આરપારની લડાઈના મૂડમાં આવ્યા છે. લાંબા સમયથી પડતર આ પ્રશ્ન અંગે સરકાર દ્વારા કોઈ નક્કર કે હકારાત્મક નિર્ણય ન લેવાતાં ‘ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ’ દ્વારા તમામ મહેસૂલી અને વધારાની કામગીરીઓનો બહિષ્કાર કરવાની ઉગ્ર ચીમકી આપવામાં આવી છે. આ સંદર્ભે મહામંડળ દ્વારા સરકારને લેખિતમાં આખરી ચેતવણી પણ મોકલી દેવાઈ છે.
સાડા ત્રણ વર્ષથી ઠરાવ અધ્ધરતાલ: મુખ્યમંત્રી સુધી પહોંચી રજૂઆત
મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, મહેસૂલ મંત્રી તેમજ પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા લેખિત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પંચાયત તલાટીઓ પર કામનું ભારણ ઘટાડવા અને તેમનો સ્પષ્ટ જોબચાર્ટ નક્કી કરવા છેલ્લા સાડા ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી છે. વર્ષ 2022 માં જ્યારે તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે તત્કાલીન સરકાર દ્વારા આ મુદ્દે વહેલી તકે ઉકેલ લાવવાની લેખિત બાહેંધરી આપીને સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, આ આશ્વાસનને સાડા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સરકારે હજુ સુધી મંડળની માંગણીઓ પ્રત્યે કોઈ ગંભીરતા દાખવી નથી.
વિભાગીય ભરતી છતાં જોબચાર્ટ નક્કી નહીં
મંડળના હોદ્દેદારોના આક્ષેપ અનુસાર, મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં નવી ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ છતાં, આ નવા કર્મચારીઓ પાસેથી કયા પ્રકારની કામગીરી લેવી અને પંચાયત તલાટીઓનો કાર્યભાર કેવી રીતે વહેંચવો, તેનો કોઈ સત્તાવાર નકશો કે જોબચાર્ટ હજુ સુધી તૈયાર કરાયો નથી. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહેતા હવે તલાટીઓએ પંચાયત સિવાયની તમામ મહેસૂલી અને અન્ય વહીવટી કામગીરીઓથી અળગા રહેવાનું નક્કી કર્યું છે. જો આગામી દિવસોમાં આ અડચણ દૂર નહીં થાય, તો ગ્રામ્ય સ્તરે સરકારી વહીવટ ખોરવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?