હીટવેવ સામે રક્ષણ મેળવવા તંત્રની માર્ગદર્શિકા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ નાગરિકો માટે જાહેર કર્યા

હીટવેવથી બચવાના ઉપાયો

હીટવેવથી બચવાના ઉપાયો
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બોટાદ જિલ્લામાં પણ વધતા તાપમાન અને હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતા માટે એક વિશેષ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. ગરમીના કારણે થતી બીમારીઓ અને લૂ (સનસ્ટ્રોક) થી બચવા માટે નાગરિકોએ કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ તે અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.
કોના માટે ગરમી વધુ જોખમી ?
હીટવેવની અસર કોઈ પણ વ્યક્તિ પર થઈ શકે છે, પરંતુ કેટલાક સંવેદનશીલ જૂથોએ વધારાની કાળજી લેવી અનિવાર્ય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર:
નવજાત શિશુઓ અને નાના બાળકો
સગર્ભા મહિલાઓ
ખુલ્લામાં કે તડકામાં મજૂરી કામ કરતા લોકો
હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર કે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ
એકલા રહેતા વૃદ્ધો
શું કરવું જોઈએ? (સાવચેતીના પગલાં)
ગરમી સામે રક્ષણ મેળવવા માટે દૈનિક જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે:
પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. લીંબુ શરબત, ઓઆરએસ (ORS) અને છાશ જેવા પ્રવાહીનું સેવન વધારવું
ઘરનું વાતાવરણ: ઘરને ઠંડુ રાખવા માટે બારીઓ પર પડદા કે શટરનો ઉપયોગ કરો. રાત્રિના સમયે બારીઓ ખુલ્લી રાખવી જેથી હવાની અવરજવર રહે.
કપડાંની પસંદગી: ઉનાળામાં હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. બહાર નીકળતી વખતે માથું કપડા કે ટોપીથી ઢાંકી રાખવું.
શરીરનું તાપમાન: ગરમી વધુ લાગે ત્યારે ભીના કપડાથી શરીર લૂછવું અથવા ઠંડા પાણીથી સ્નાન કરવું.
શું ટાળવું જોઈએ ?
બપોરનો સમય: ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
વ્યસન અને ઠંડા પીણાં: આલ્કોહોલ, ચા, કોફી અને વધુ પડતી ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો, કારણ કે તે શરીરમાંથી પ્રવાહી ઘટાડે છે.
ભારે ખોરાક: હાઈ પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ
વાહનોમાં સાવધાની: પાર્ક કરેલા વાહનમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડવા, કારણ કે વાહનનું અંદરનું તાપમાન જીવલેણ બની શકે છે.
આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય તાવ આવે તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.