કુષ્ઠ રોગીઓ માટે જીવન સમર્પિત કરનાર સાબરકાંઠાના સુરેશભાઈ સોનીને પદ્મશ્રી પુરષ્કાર
76 માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ કરી પદ્મ પુરષ્કારોની જાહેરાત

પદ્મ પુરસ્કારોની જાહેરાત

પદ્મ પુરસ્કારોની જાહેરાત
સુરેશ વણોલ, અમદાવાદ
76 માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના સામાજીક કાર્યકર સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં સહયોગ ગામ બનાવીને સુરેશભાઈ સોનીએ કુષ્ઠ રોગીઓ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે.
76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા પદ્મ પુરષ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુષ્ઠ રોગીઓની સારવાર માટે જીવન સમર્પિત કરનાર સાબરકાંઠાના સામાજીક કાર્યકર સુરેશભાઈ સોની માટે પદ્મશ્રી એવોર્ડ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 36 વર્ષથી સુરેશભાઈ સોની કુષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. 1988માં સાબરકાંઠા જિલ્લામાં સહયોગ નામના ગામની સ્થાપના કરીને તેઓ કુષ્ઠ રોગીઓની સારવાર કરી રહ્યા છે.
કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારને પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી વિશિષ્ટ સેવા માટે એમ ત્રણ પ્રકારે આપવામાં આવે છે.
વર્ષ 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. અગાઉ, પદ્મ વિભૂષણ પુરસ્કારોને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવતા હતા. જેમાં પ્રથમ વર્ગ, બીજો વર્ગ અને ત્રીજા વર્ગનો સમાવેશ થતો હતો. 8 જાન્યુઆરી 1955માં જાહેરનામુ બહાર પાડી આ શ્રેણીઓના નામ બદલી નાખીને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી રાખવામાં આવ્યું હતું.
સરકારી કર્મચારીઓ જ્યાં સુધી પદ પર હોય ત્યાં સુધી આ પુરસ્કારો માટે પાત્ર ઠરતા નથી. ડોકટરો અને વૈજ્ઞાનિકોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિઓને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અને મહોર ધરાવતું પ્રમાણપત્ર અને ચંદ્રક આપવામાં આવે છે.
આ પુરસ્કારો સાથે વિજેતાઓને કોઈ રોકડ પુરસ્કાર, ભથ્થું અથવા રેલ કે હવાઈ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગો, ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓ પદ્મ પુરસ્કારો માટે કોઈપણ વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ પદ્મ પુરસ્કાર માટે પોતાને નોમિનેટ પણ કરી શકે છે. દર વર્ષે 1 મેથી 15 સપ્ટેમ્બર સુધી તારીખ નક્કી કરવામાં આવી છે.
દર વર્ષે પ્રધાનમંત્રી પદ્મ પુરસ્કારો માટેના નામો પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરે છે. આ સમિતિના અધ્યક્ષ કેબિનેટ સચિવ હોય છે. નામો પર વિચાર કર્યા પછી સમિતિ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી પદ્મ પુરસ્કારો માટેના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.