આરતી સાંગાણીનો વિવાદ વકર્યો
મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવવા પર સમાજ અગ્રણીની નારાજગી, ‘સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી’

આરતી સાંગાણીનો વિવાદ

આરતી સાંગાણીનો વિવાદ
પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો વિવાદ હવે વધુ વકર્યો છે. પિતાની ભાવુક અપીલને ફગાવીને આરતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક ત્રણ વીડિયો પોસ્ટ કરીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેણે રડતાં રડતાં વેદના ઠાલવી છે કે, "આવો તે કેવો સમાજ કે મંગળસૂત્ર પહેરું તો વાંધો?" અને પ્રેશરમાં આવીને આપઘાત કરી લે તો સમાજ જવાબદારી લેશે કે નહીં?
આરતીએ વીડિયોમાં જણાવ્યું કે, તેણે ઘર છોડતા પહેલા પરિવારને જાણ કરી હતી અને પિતાએ આશીર્વાદ આપ્યા હતા. તેણે કહ્યું, "પ્રેમ કરવો ગુનો નથી. હું ખુશ છું તો દુનિયા જોવાતું નથી. દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? બાળલગ્નનો વિરોધ કરો, મારા પ્રેમલગ્નનો નહીં." તેણે સમાજને પ્રશ્ન કર્યો કે, જ્યારે તેણે સમાજ માટે ગીતો ગાયા ત્યારે બધાને વ્હાલી હતી, પરંતુ હવે પોતાના માટે વિચાર્યું તો ડાકણ લાગે છે.
બીજી તરફ, પાટીદાર અગ્રણી વિજય માંગુકીયાએ આરતીના વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. મૈત્રીકરારમાં રહેતા હોય તો સિંદૂર-મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવી સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી." તેમણે કહ્યું કે આવા વીડિયોથી યુવાનો ગેરમાર્ગે દોરાય છે અને સમાજની પરંપરા ખોરવાય છે.
આરતીના પિતાએ જાહેરમાં અપીલ કરી છે કે જો દીકરી ભૂલ સુધારીને પાછી આવે તો તેઓ તેને અપનાવવા તૈયાર છે. પરંતુ આરતીના વીડિયો પછી પરિવાર અને સમાજ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. સોશિયલ મીડિયા પર આ વિવાદને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે – કેટલાક આરતીના અધિકારનું સમર્થન કરે છે તો કેટલાક સમાજની પરંપરાની વાત કરે છે.
આ વિવાદે ફરી એકવાર આંતરજ્ઞાતિય લગ્ન, વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક વ્યવસ્થા પર ચર્ચા છેડી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલો ક્યાં પહોંચે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.