સુરત: KTM પર ઓવરસ્પીડિંગ બાદ મિત્રો મોતને ભેટ્યા
પુણાગામમાં KTM બાઈકનો ભયાનક અકસ્માત, BRTS રૂટમાં ઝાડ સાથે જોરદાર ટક્કરમાં બે મિત્રોના મોત

ઓવરસ્પીડિંગ બાદ મિત્રો મોતને ભેટ્યા

ઓવરસ્પીડિંગ બાદ મિત્રો મોતને ભેટ્યા
સુરતમાં સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ હવે યુવાનો માટે ‘મોતના સમાચાર’ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પુણાગામ વિસ્તારમાં આવેલા શિવનગર પાસે મોડી રાત્રે સર્જાયેલા એક દર્દનાક અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ક્ષણિક ડોપામાઈન બૂસ્ટ અને ‘રોમાંચ’ મેળવવાના આંધળા આકર્ષણમાં ટ્રાફિકના નિયમો અને સ્પીડ લિમિટને નેવે મૂકવાની કિંમત આ યુવાનોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડી છે.
ઘટનાની વિગતો અને બેદરકારીનો આતંક ઘટનાની વિગતો મુજબ, સુરતના રંગઅવધૂત સોસાયટીથી રેશમા ચાર રસ્તા તરફ જતા રોડ પર શિવનગર નજીક આ અકસ્માત સર્જાયો હતો. એક કેટીએમ (KTM) સ્પોર્ટ્સ બાઈક પર સવાર બે યુવકો પ્રતિબંધિત એવા BRTS રૂટમાં ફૂલ સ્પીડમાં બાઈક હંકારી રહ્યા હતા.
ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું મનાય છે, જેના પરિણામે બાઈક સીધું જ રૂટની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક ચાલક અને તેના મિત્રને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રસ્તા પર માંસના લોચા પણ વિખરાયેલા જોવા મળ્યા હતા.
યુવા પેઢીમાં વધતું સ્પીડનું ઘેલું આ અકસ્માત ફરી એકવાર સુરતના રસ્તાઓ પર યુવાનો દ્વારા કરવામાં આવતી સ્ટંટબાજી અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ પર સવાલો ઉભા કરે છે. આજની યુવા પેઢીમાં મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક લઈને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા કે માત્ર મોજ-મસ્તી માટે હાઈ સ્પીડમાં બાઈક ચલાવવાનું ચલણ વધ્યું છે. વાલીઓ પણ દેખાદેખીમાં સંતાનોને શક્તિશાળી એન્જિનવાળા બાઈક તો અપાવી દે છે, પરંતુ તે જીવલેણ સાબિત થઈ શકે છે તેનું ભાન હોતું નથી.
પોલીસ તપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, BRTS રૂટમાં અવારનવાર યુવાનો બાઈક રેસિંગ કરતા હોય છે, જે અન્ય રાહદારીઓ માટે પણ જોખમી બને છે.
આવા જ સમાચાર ડીસેમ્બરની શરૂઆતમાં ચર્ચિત વ્લોગરના આવ્યા હતા. સુરતના પ્રિન્સ પટેલનું ઓવરસ્પીડિંગ અને હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. તે અહીં વાંચો:
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.