કાપડના વેપારીએ દારૂના નશામાં અકસ્માત સર્જયો
દારૂના નશામાં 150થી વધુની ઝડપે રેસ લગાવી રહેલા નબીરાઓએ કારનો કચ્ચરઘાણ કાઢ્યો

વેપારીએ દારૂના નશામાં અકસ્માત સર્જયો

વેપારીએ દારૂના નશામાં અકસ્માત સર્જયો
સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ VIP રોડ પર 1 જાન્યુઆરી, 2026ની રાત્રે નબીરાઓએ કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. નવા વર્ષની ઉજવણીના નશામાં ચૂર કાપડ વેપારી મંથન પટેલ પોતાની મહિન્દ્રા BE-6 ઈલેક્ટ્રિક કાર અને તેનો મિત્ર ઝલક પોતાની BMW કાર સાથે રસ્તા પર જોખમી રેસિંગ કરી રહ્યા હતા. CCTV ફૂટેજ અને પોલીસ તપાસ મુજબ, સુરતમાં નબીરાઓની ડેડલી રેસ દરમિયાન બન્ને લક્ઝરી કારોની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી.
અકસ્માત બાદ ફરાર થવાનો પ્રયાસ
આ પૂરપાટ ઝડપે આવતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એશા જૈન નામની મહિલાની સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ વીજપોલ જડમૂળથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર કાપડ વેપારી મંથન પટેલ દારૂના નશામાં ધૂત હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત બાદ તે સ્થળ પરથી ભાગતો CCTVમાં કેદ થયો હતો, પરંતુ વેસુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: સુરત: KTM પર ઓવરસ્પીડિંગ બાદ મિત્રો મોતને ભેટ્યા
એરબેગ ખુલી જવાથી ચાલકનો બચાવ
બીજી તરફ, BMW ચલાવી રહેલો ઝલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, BMWમાં ઝલકની સાથે ઋષિ નામનો યુવક પણ સવાર હતો. સુરતમાં નબીરાઓની ડેડલી રેસ એ સાબિત કરે છે કે, નબીરાઓને નિર્દોષ લોકોના જીવની કોઈ પરવા નથી. BMW કારમાં એરબેગ ખુલી જવાથી ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
મહિલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં
આ અકસ્માતનો ભોગ બનેલી 25 વર્ષીય એશાબેન રીતેશભાઈ જૈન તેમના પતિ અને બાળકો સાથે ઘરે જઈ રહ્યા હતા. પાછળથી પૂરપાટ ઝડપે આવતી નબીરાઓની કારે તેમની ગાડીને ઉડાવી દેતા એશાબેનને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સેમી સ્પેશિયલ રૂમમાં સારવાર હેઠળ છે. રીતેશભાઈ જૈનનું નિવેદન લઈને પોલીસે MLC હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં નબીરાઓની ડેડલી રેસના કારણે એક હસતો-રમતો પરિવાર મુસીબતમાં મુકાયો છે. હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે ફરાર થયેલા ઝલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.