સુરત: સરસ્વતી પૂજામાં અશ્લીલ ડાન્સથી વિવાદ
વેડ રોડની સોસાયટીમાં ભક્તિને બદલે પીરસાઈ અશ્લીલતા, સ્ટેજ પર ઠુમકા મારતો વીડિયો વાયરલ

ઠુમકા મારતો વીડિયો

ઠુમકા મારતો વીડિયો
ડાયમંડ સિટી સુરત માટે એક કલંકરૂપ કહી શકાય તેવી ઘટના વેડ રોડ વિસ્તારમાંથી સામે આવી છે. આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમી નિમિત્તે આયોજિત સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ભક્તિના સ્થાને અશ્લીલતાનું પ્રદર્શન કરવામાં આવતા સ્થાનિકો અને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
ભક્તિના નામે મર્યાદાનું ચીરહરણ :
વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના માટે આયોજિત આ કાર્યક્રમમાં આયોજકોએ ગરિમા જાળવવાને બદલે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠુમકા લગાવડાવ્યા હતા. ધાર્મિક મંચ પર કરવામાં આવેલા આ અસભ્ય ડાન્સને કારણે ત્યાં ઉપસ્થિત વડીલો અને શિષ્ટ પરિવારો ભારે સંકોચમાં મુકાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પવિત્ર તહેવારની ગરિમાને લજવવામાં આવી રહી છે.
બાળકોના માનસ પર વિપરીત અસરનો ભય :
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો હાજર હતા. પૂજાના પવિત્ર વાતાવરણમાં આવા બીભત્સ પ્રદર્શનથી બાળકોના કુમળા માનસ પર નકારાત્મક અસર પડવાની ભીતિ જાગ્રત નાગરિકોએ વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે ધર્મના નામે મનોરંજનના આવા નિમ્ન સ્તરના પ્રયોગો સંસ્કારોનું અધઃપતન દર્શાવે છે.
કડક કાર્યવાહીની ઉગ્ર માંગ :
આ ઘટના બાદ સુરતના નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ અને જાહેર સ્થળો પર અશ્લીલતા ફેલાવવા બદલ આયોજકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ઘટનાની ટીકા કરતા કહી રહ્યા છે કે ધાર્મિક ઉત્સવોને માત્ર નાચ-ગાન અને મનોરંજનનું સાધન ન બનાવવું જોઈએ.
આયોજકોની સપષ્ટતા :
આ સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થાય બાદ આનંદ પાર્ક સોસાયટીના આયોજકોએ સમગ્ર ઘટના અંગે માફી માંગી હતી. તેમનું કહેવું છે. કે આ કાર્યક્રમમાં અશ્લીલતા હતી જ નહિ તેમના મતે એક બીજાને પકડીને ડાન્સ કરીએ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીએ તેને અશ્લીલતા કહેવાય છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોનું જોવાનો નજરિયો અલગ અલગ હોય છે. તેમ છતાં અમે માફી માંગીએ છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.