સુરત: શિવ રેસિડેન્સીના 400 પરિવારો ઘરવિહોણા
બિલ્ડરની બેદરકારી અને જોખમી ખોદકામથી આશિયાના પર તોળાયું સંકટ, રહીશોમાં ભારે આક્રોશ

શિવ રેસિડેન્સી

શિવ રેસિડેન્સી
સુરત: બિલ્ડરની લાપરવાહીથી 400 પરિવારો રસ્તા પર, શિવ રેસિડેન્સીના ચાર ટાવર સીલ થતા હાહાકાર
સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે વસમો સમય આવ્યો છે. બાજુમાં ચાલી રહેલા રાજલક્ષ્મી બિલ્ડરના બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટમાં જોખમી ખોદકામને કારણે સર્જાયેલી દુર્ઘટના બાદ, સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર સોસાયટીના ચાર ટાવરોને સીલ મારી દીધા છે. આ નિર્ણયને કારણે 400થી વધુ પરિવારોએ પોતાના ઘર છોડીને રસ્તા પર અથવા હોટેલોમાં આશરો લેવાની નોબત આવી છે.
બિલ્ડરની બેદરકારી અને ખોટા વાયદા :
ઘટનાના બીજા દિવસે પણ રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે બાજુના પ્રોજેક્ટમાં 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં ત્રણ લેયરના બેઝમેન્ટ માટે ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. સતત પાણી ઉલેચવાને કારણે જમીન અંદરથી પોચી પડી ગઈ અને પ્રોટેક્શન વોલ ધસી પડી. નવાઈની વાત એ છે કે બિલ્ડર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો પર કોઈ ફોન ઉપાડતું નથી, જેના કારણે પરિવારો લાચાર બન્યા છે.
રડતી આંખે ઘર છોડવા મજબૂર રહીશો :
વર્ષોની મહેનત બાદ વસાવેલા ઘર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે. પાલિકા દ્વારા વીજળી અને ગેસ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી થતા રહીશો પોતાનો કિંમતી સામાન, ઘરવખરી અને ભગવાનની મૂર્તિઓ લઈને ડૂસકાં ભરતા બહાર નીકળતા જોવા મળ્યા હતા. અનેક પરિવારો એવા છે જેમના સભ્યો બીમાર છે, છતાં તેમને સુરક્ષાના નામે ઘરની બહાર કરી દેવાયા છે.
તંત્રની આકરી કાર્યવાહી: ચારના લાયસન્સ સસ્પેન્ડ :
દુર્ઘટનાની ગંભીરતા જોતા સુરત મહાનગરપાલિકાએ ડેવલપર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સહિત ચાર વ્યક્તિઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સાત તજજ્ઞોની ટીમ હવે બિલ્ડિંગની મજબૂતીની તપાસ કરશે. જોકે, સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે અગાઉ જોખમી ખોદકામ અંગે ફરિયાદો કરવામાં આવી હતી, ત્યારે તંત્ર કેમ મૌન રહ્યું? હાલ તો આ પરિવારો ન્યાયની આશાએ રસ્તા પર ઉતર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ