સુરત: વરાછા બ્રિજ પર અકસ્માતમાં પરિવારના 3 મોત
ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા પિતા, પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત, સુરતમાં શોકનું મોજું

વરાછા ઓવરબ્રિજ અકસ્માત

વરાછા ઓવરબ્રિજ અકસ્માત
સુરત શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. હીરાબાગથી કામરેજ તરફ જતા ઓવરબ્રિજ પર રાત્રિના સમયે બંધ હાલતમાં ઉભેલા એક ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
અંધારામાં ઉભેલું ટ્રેક્ટર બન્યું કાળ :
ઘટનાની વિગતો મુજબ, પાસોદરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ માણીયા ગત ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે વરાછા ઉમિયાધામ રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની સાથે બાઈક પર પત્ની કૃપાબેન, પુત્ર મન અને ભાઈ વિજયભાઈનો પુત્ર મંત્ર પણ સવાર હતા. હીરાબાગ બ્રિજ પર નવનિર્મિત બ્રિજની કામગીરી માટે એક ટ્રેક્ટર કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સુરક્ષા સંકેત વગર અંધારામાં ઉભું રાખવામાં આવ્યું હતું. શૈલેષભાઈને અંધારામાં ટ્રેક્ટર ન દેખાતા તેમની બાઈક સીધી તેની પાછળ અથડાઈ હતી.
બે માસૂમ બાળકો અને પિતાએ ગુમાવ્યો જીવ :
આ ભયાનક અકસ્માતમાં પરિવારના ચારેય સભ્યો લોહીલુહાણ હાલતમાં પટકાઈ પડ્યા હતા. રાહદારીઓએ તાત્કાલિક તમામને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ મન અને મંત્ર નામના બંને માસૂમ બાળકોએ દમ તોડી દીધો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શૈલેષભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કૃપાબેન હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
એક જ દિવસે પરિવારમાં ચાર અંતિમયાત્રા :
પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શૈલેષભાઈના ભાઈ વિજયભાઈના સાસુનું અવસાન થયું હોવાથી આ પરિવાર ત્યાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. એક તરફ વિજયભાઈના સાસુની અંતિમયાત્રા નીકળી હતી, તો બીજી તરફ પરિવારના ત્રણ સભ્યોના શબ ઘરે આવતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. બંને ભાઈઓએ પોતાના એકના એક કુળદીપક (પુત્રો) ગુમાવતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
પોલીસની કાર્યવાહી અને બેદરકારીનો ગુનો :
આ મામલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગૌશાળાથી કાપોદ્રા સુધીના નવા બ્રિજની કામગીરી માટે આ ટ્રેક્ટર ત્યાં ઉભું રખાયું હતું, પરંતુ સુરક્ષાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી છે અને તેની સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મૃત્યુ નીપજાવવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.