Kutch માં ઉનાળાની સિઝનમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભુજ અને નખત્રાણા સહિત પશ્વિમ Kutch ના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણ વાદળછાયું બન્યું. વાદળો ઘેરાતા અને પવનની ગતિ વધતા વરસાદી માહોલ સર્જાયો.
ભુજ અને નખત્રાણામાં ઝરમર વરસાદ...
નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં હલકો વરસાદ નોંધાયો, જ્યારે ભુજમાં પણ ઝરમર છાંટા પડ્યા. અસહ્ય ઉકાળતા ઉનાળાની વચ્ચે આ અચાનક વરસાદને કારણે થોડો સમય ઠંડક પ્રસરી હતી.
માવઠાથી ખેડૂતો ચિંતિત...
એક બાજુ ઉનાળે થોડી રાહત મળી, તો બીજી તરફ માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. અચાનક વરસાદ ખેતપેદાશો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કેરી અને શાકભાજીના પાક પર તેની અસર પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી...
હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં Kutch ના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વિજળીની ગર્જનાની સાથે છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અચાનક માવઠાને કારણે Kutch ના હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે, લોકોમાં નવાઈભેર આ પરિસ્થિતિ જોવામાં આવી રહી છે.