સાવકા બાપનું શરમજનક પાપ, દીકરીઓ જ ભોગ બની
નવસારીના ચીખલીમાં રાત્રે સૌ સૂઈ જાય ત્યારે હવસ સંતોષતો નરાધમ; ચીખલી પોલીસે દબોચ્યો

સાવકા બાપનું શરમજનક પાપ

સાવકા બાપનું શરમજનક પાપ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે સાંભળીને કોઈ પણનું કાળજું કંપી ઉઠે. એક સાવકા પિતાએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતા પોતાની બે સગીર વયની દીકરીઓને હવસનો શિકાર બનાવી તેમને ગર્ભવતી બનાવી છે. આ મામલે ચીખલી પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ નરાધમની કરતૂત ત્યારે સામે આવી જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી PHC અને ત્યારબાદ ખારેલની હોસ્પિટલ લઈ ગયા હતા. સોનોગ્રાફીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે 13-14 વર્ષની આ માસૂમ બાળકીને 5 માસનો ગર્ભ છે. આ જાણીને માતાના હોશ ઉડી ગયા હતા.
હોસ્પિટલમાં માતાની પૂછપરછ દરમિયાન નાની દીકરીએ રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની હેવાનિયત વિશે જણાવ્યું. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે મોટી દીકરીની તપાસ કરવામાં આવી, ત્યારે તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી પિતા રાત્રે સૌ સૂઈ જાય ત્યારે અથવા જંગલમાં લાકડા લેવા જવાના બહાને દીકરીઓ સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.
ભોગ બનનાર સગીરાઓએ જણાવ્યું કે, તેમનો પિતા તેમને ધમકાવતો હતો કે જો આ વાત કોઈને કહેશો તો તે તેમને અને તેમની માતાને ખાવાનું આપશે નહીં અને ભૂખ્યા રાખશે. આ ડરના માર્યા દીકરીઓ લાંબા સમય સુધી આ નરક જેવી પીડા સહન કરતી રહી.
પોલીસ કાર્યવાહી
સગીરાઓની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.