આવા સાધુઓની જલારામ બાપા વિશે બોલવાની કોઇ હેસિયત નથી : પરસોત્તમ રુપાલા
સંપ્રદાયના સંતો અને અનુયાયીઓએ આ સાધુની સામે પગલા લેવા જોઇએ

સંપ્રદાયના સંતો અને અનુયાયીઓએ આ સાધુની સામે પગલા લેવા જોઇએ

સંપ્રદાયના સંતો અને અનુયાયીઓએ આ સાધુની સામે પગલા લેવા જોઇએ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપાને લગતી કરેલી ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રુપાલાએ કહ્યું છે કે આ સ્વામીની કોઇ હેસિયત નથી કે તે જલારામ બાપા વિશે બોલી શકે. તેમણે સ્વામીના આ નિવેદનને વખોડી કાઢીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને અનુયાયીઓને આ સાધુની સામે પગલા લેવા જોઇએ.
રાજકોટના સાંસદ પરસોત્તમ રુપાલાએ સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણી બાદ પોતાની પ્રતિક્રીયા આપતા કહ્યું કે આ બહુ જ દુખદ વાત છે. જલારામ બાપા એવુ પાત્ર છે કે જેમના પ્રત્યે સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને વિદેશમાં શ્રદ્ધા ધરાવનાર મોટો વર્ગ છે. તે આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. જ્યાં પૈસો ના સ્વીકરવાનું કહેતા હોય તેવી જગ્યા સામે બોલતા પહેલા અરીસામાં જોવુ જોઇએ. તે સ્વામીનું નામ તો મને ખબર નથી પણ એની કોઇ હેસિયત નથી કે જલારામ બાપા ની વિશે તેમણે કોમેન્ટ કરવી જોઇએ. હું ઘોર નિંદા કરું છું. હું અપીલ કરુ છું કે સ્વામિનારાયણ સંતો અને અનુયાયીઓએ આમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઇએ.
બીજી તરફ સુરતમાં યોજાયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાસ્પદ ફોટા લઈ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું કે આવા કૃત્યો કરનારા સાધુ ની સંપ્રદાય માં જરૂરી નથી અને આવા સાધુઓને હાંકી કાઢવા માંગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.