રાજ્ય સરકારના મંત્રીઓને મોંઘવારી નડી, દૈનિક મુસાફરી ભથ્થામાં અઢી ગણો વધારો
ભથ્થામાં કરાયેલો વધારો નવેમ્બર-2024થી લાગુ કરાતા મંત્રીઓને એરિયર્સ પણ ચૂકવાશે

મંત્રીઓના દૈનિક મુસાફરીના ભથ્થામાં થયેલા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો

મંત્રીઓના દૈનિક મુસાફરીના ભથ્થામાં થયેલા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો
બેનિફિટ ન્યૂઝ ડેસ્ક (સુરેશ વણોલ)
પ્રજાને જ્યારે મોંઘવારી નડતી હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોંઘવારી ઘટાડવા બાબતે મૌન રહેતા હોય છે. પરંતુ પોતાને મોંઘવારી નડે ત્યારે અચાનક ભથ્થામાં વધારો કરી દેવામાં આવતો હોય છે. તાજેતરમાં રાજ્ય સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારો કરીને દૈનિક મુસાફરી ભથ્થામાં રાતોરાત વધારો કરી દીધો છે. દૈનિક મુસાફરી ભથ્થામાં અઢી ગણો વધારો કરીને નવેમ્બર-2024થી તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં થયેલા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.
રાજ્ય સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરી મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો 2025 લાગુ કરી નવા નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધ પણ કરી દીધા છે. આ સુધારા મુજબ મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાએ રોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં ત્રણ કેટેગરી મુજબ વધારો કરાયો છે.
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગેઝેટ મુજબ રાજ્ય સરકારના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં શહેરોની X, Y અને Z વર્ગની કેટેગરી દર્શાવવામાં આવી છે. જેમાં X વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, Y કેટેગરીમાં વડોદરા, રાજકોટ અને Z કેટેગરીમાં અન્ય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોઈપણ મંત્રી મુસાફરી દરમિયાન હોટલ અથવા લોજ સિવાયની અન્ય જગ્યાએ રોકાણ કરે તો તેમને X વર્ગના શહેરમાં દૈનિક 1000 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 800 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 500 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવામાં આવશે.
જ્યારે ખાનપાન સહિતની સુવિધા આપતી હોટલ અથવા લોજમાં કે અન્ય જગ્યાએ મંત્રી રોકાણ કરે તો તેમને X કેટેગરી પ્રમાણે દૈનિક 2600 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 2100 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 1300 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવામાં આવશે.
મંત્રીઓના ભથ્થામાં કરાયેલા વધારાને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે, 'ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત પ્રજા માટે ચિંતાનો વિષય છે. સરકારી આંકડા મુજબ ગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખથી વધુ પરિવાર ગરીબી રેખાની નીચે જીવે છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટતી જાય છે ત્યારે બીજી તરફ મંત્રીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.