હવે તલવાર મ્યાનમાં.. હાર્દીક પટેલ સહિતના પાટીદાર નેતાઓ સામે 14 ગુનાઓ પરત ખેંચાયા
પાટીદાર યુવાઓ સામે રાજદ્રોહ સહિતના ગુજરાતમાં 14 કેસ નોંધાયા હતા

પાટીદાર યુવાઓ સામે રાજદ્રોહ સહિતના ગુજરાતમાં 14 કેસ નોંધાયા હતા

પાટીદાર યુવાઓ સામે રાજદ્રોહ સહિતના ગુજરાતમાં 14 કેસ નોંધાયા હતા
રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના 14 કેસ પરત ખેંચવામાં આવતા વાતાવરણ ગરમ થઇ ગયું છે. આ કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના આરોપી હતા અને તેમની સામેના તમામ કેસો પરત લેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં 14 કેસો પરત ખેંચાશે જેમાં 2 રાજદ્રોહના કેસ છે. આ મામલે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ સરકારનો આભાર માનતી ટ્વિટ પણ કરી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કોઇ જાહેરાત કરાઇ નથી.
2015માં અનામતના મુદ્દે પાટીદાર યુવાનો દ્વારા અનામત આંદોલન શરુ થયું હતું જેને ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું હતું, પાટીદાર આંદોલન સમયે ઘણા પાટીદાર યુવાનો સામે અલગ અલગ સ્થે રાજદ્રોહ સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. 10 વર્ષ પછી રાજ્ય સરકારે કેટલાક કેસ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે
જે કેસ પરત ખેંચવામાં આવ્યા છે તેમાં સુરતના 2, અમદાવાદના 8, ગાંધીનગરના 3 અને મહેસાણાનો 1 કેસ પરત ખેંચાયો છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું'.હાર્દિક પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે આયોગ-નિગમ બનાવવામાં આવ્યું, 1000 કરોડના યુવા સ્વાવલંબનની યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધારે સ્વર્ણોને 10% આરક્ષણનો લાભ મળ્યો છે.
દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા. જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિતને આરોપી બતાવવામાં આવ્યા હતાં. આ તમામના કેસ પરત ખેંચવા માટે ખૂબ-ખૂબ આભાર... સત્યમેવ જયતે... જય સરદાર..અલ્પેશ કથિરીયાએ પણ સરકારનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં 14 કેસો પરત ખેંચાશે જેમાં 2 રાજદ્રોહના કેસ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.