ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં અધ્યક્ષ 2 ધારાસભ્યો પર બગડ્યા
અધ્યક્ષે 2 ધારાસભ્યને કેમ આપી ચેતવણી ?

અધ્યક્ષે 2 ધારાસભ્યને કેમ આપી ચેતવણી ?

અધ્યક્ષે 2 ધારાસભ્યને કેમ આપી ચેતવણી ?
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી કરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહેલા 2 સભ્યોને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આકરી ટકોર કરી હતી. અધ્યક્ષે કહ્યું કે ત્રીજી વખત સુચના નહીં આપું, સીધા ગૃહની બહાર કરી દઇશ.
હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન નિયમો મુજબ ગૃહની કાર્યવાહી વખતે ગૃહમાં હાજર સભ્યો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. સભ્યો માટે પણ મોબાઇલ ફોનનો ઉપયોગ પ્રતિબંધીત છે. જોકે આજે એવી 2 ઘટના બની કે વિધાનસભા અધ્યક્ષે કડક વલણ અપનાવ્યું હતું
મળેલી માહિતી મુજબ વિધાનસભા ગૃહમાં મોબાઇલ નહી વાપરવા અધ્યક્ષે ટકોર કરી હતી અને તેમણે બે ધારાસભ્યોને મોબાઇલનો ઉપયોગ નહી કરવા સૂચના આપી હતી. ગૃહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને આ અંગે ધ્યાન જતાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મોબાઇલ મૂકી દેવા સૂચના આપી હતી.
આ અગાઉ અધ્યક્ષે ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ અધ્યક્ષે ટકોર હતી. નારાજ થયેલા અધ્યક્ષે ધારાસભ્યોને કહ્યું હતું કે હવે ત્રીજી વખત સૂચના નહી આપુ, સીધા ગૃહમાંથી બહાર કરી દઈશ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.