ફોર્મલ કપડાં પહેરી તસ્કરોએ કરી 18 લાખની ચોરી
ન્યૂ સમા રોડ પર ઉદ્યોગપતિના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, સીસીટીવીમાં કેદ થઈ હિલચાલ

18 લાખની ચોરી

18 લાખની ચોરી
વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પરિવાર સાથે બહાર ફરવા ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનમાંથી રોકડ અને દાગીના મળી કુલ 18 લાખ રૂપિયાની ચોરી કરી છે. આ ચોરીમાં ખાસ વાત એ છે કે તસ્કરો કોઈ પ્રોફેશનલ ઓફિસ કર્મચારી જેવા ફોર્મલ કપડાં પહેરીને આવ્યા હતા.
પરિવાર ઉદયપુર પ્રવાસે હતો અને પાછળથી હાથ સાફ કર્યો :
નરેશ પટેલ, જેઓ ડામરના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ ગત 12 જાન્યુઆરીએ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના દિવસે જ્યારે તેમના મિત્ર ઘર પાસેથી પસાર થયા ત્યારે દરવાજો ખુલ્લો જણાતા ચોરીની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તસ્કરોએ ઘરમાંથી 4 લાખ રોકડા અને 14 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી ઘડિયાળોની ચોરી કરી છે.
CCTV ફૂટેજમાં તસ્કરોનો એક્ઝિક્યૂટિવ અવતાર :
ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ત્રણ તસ્કરો પૈકી બે ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યારે એક બહાર વોચ રાખી રહ્યો હતો. પકડાઈ જવાનો ડર ન હોય તેમ તસ્કરોએ ઈન-શર્ટ કરેલા ફોર્મલ કપડાં પહેર્યા હતા જેથી કોઈને પણ તેમના પર શંકા ન જાય. તસ્કરોએ ઘરની લાઈટો બંધ કરીને અત્યંત સાવધાનીપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
લગ્નને કારણે ઘરે રાખ્યા હતા દાગીના :
સામાન્ય રીતે આ પરિવાર પોતાના દાગીના બેંક લોકરમાં રાખતો હોય છે, પરંતુ આગામી દિવસોમાં સંબંધીના ઘરે લગ્ન હોવાથી દાગીના ઘરે લાવવામાં આવ્યા હતા. જેની જાણ કદાચ તસ્કરોને પહેલેથી હોઈ શકે છે. હાલ સમા પોલીસે એફએસએલ (FSL) અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.