હીરા ઉધ્યોગમાં મંદી..વધુ એક રત્ન કલાકારનો આપઘાત
હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીમાં 1 વર્ષમાં 48 રત્ન કલાકારોએ આપઘાત કર્યા

હીરા ઉધ્યોગમાં મંદી..વધુ એક રત્ન કલાકારનો આપઘાત

હીરા ઉધ્યોગમાં મંદી..વધુ એક રત્ન કલાકારનો આપઘાત
સુરતમાં રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. હીરા ઉધ્યોગમાં હાલ ભારે મંદીનો માહોલ છવાયો છે ત્યારે સુરતના રત્ન કલાકારે તાપી નદીમાં પડતું મુકી કરેલા આપઘાતે અનેક સવાલો ઉભા કર્યા છે.
છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. અનેક કારખાનાઓ બંધ થઇ ગયા છે ત્યારે હીરા ઉધ્યોગ પર આજીવિકા રળનાર રત્ન કલાકારોની સ્થિતી પણ કફોડી થઇ ગઇ છે. રત્ન કલાકારોને ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. રોજબરોજનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે તો બાળકોના શિક્ષણ પર પણ તેની અસર પડી છે.
સુરતમાં આજે એક રત્ન કલાકારે તાપી નદીમાં પડતું મુકીને આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારના વિજય નગરમાં રહેતા દિપક ઠાકોર છેલ્લા 5 વર્ષથી રત્ન કલાકાર તરીકે પેટીયું રળતા હતા. હાલ હીરા ઉદ્યોગમાં મંદી છવાઇ ગઇ છે ત્યારે દિવાળી પછી જ દિપક ઠાકોર ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા.
તેઓ અન્ય કામની પણ શોધમાં હતા પણ કામ મળતું ન હતું અને આર્થિક સંકડામણ પણ હતી તેથી પરેશાન થયેલા દિપક ઠાકોરે તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી જેથી તેમના પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.
અત્યારે તેમની પાસે આવક ન હતી તેથી ટેંશનમાં રહેલા દિપકભાઇ ઘેરથી નીકળી ગયા હતા અને નદીમાં પડતું મુકી આપઘાત કર્યો હતો. તેમનો મૃતદેહ બ્રિજ નીચેથી મળી આવ્યો હતો. લાંબા સમય સુધી ઘેર પરત ના ફરેલા દિપકભાઇની પરિવારે શોધખોળ શરુ કરી ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે છેલ્લા 1 વર્ષમાં 48 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?