સિંગર કિંજલ-અશોકના લગ્ન; જ્ઞાતિમાં વિવાદ શરૂ?
સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી લગ્નની આપી જાણકારી; અફવા ન ફેલાવવા અપીલ

સિંગર કિંજલ-અશોકના લગ્ન

સિંગર કિંજલ-અશોકના લગ્ન
ગુજરાતી સંગીત જગતની જાણીતી ગાયિકા ઉત્તર ગુજરાતની કિંજલ રબારી અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાતી ગાયિકાઓ કિંજલ દવે અને આરતી સાંગાણી બાદ હવે આ 'કોયલ કંઠી' ગાયિકાએ પ્રેમ લગ્ન કરી લીધા છે.
કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હોવાની પુષ્ટિ કરતો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેણે ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
View this post on Instagram
વીડિયોમાં શું કહ્યું કિંજલ રબારીએ?
રાધનપુર તાલુકાના સિનાડ ગામની વતની કિંજલ રબારીએ વીડિયોમાં જણાવ્યું કે, "મેં અશોક ચૌધરી સાથે મારી મરજીથી લગ્ન કર્યા છે. મેં મારા પરિવારને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ વિરોધમાં હતા. ગઇકાલે અશોક મને આવીને લઈ ગયા હતા."
તેણે વધુમાં ઉમેર્યું કે સોશિયલ મીડિયા પર તેના પતિ વિશે જે ખોટી વાતો લખવામાં આવી રહી છે તે બંધ થવી જોઈએ. તે પોતાના સમાજની કદર કરે છે, પરંતુ મરજીથી લગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે.
કિંજલ રબારીએ વીડિયોમાં સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેને અને તેના પતિને તેના જ પરિવાર તરફથી જીવનું જોખમ છે. આ બાબતે તેણે એડવોકેટનો સંપર્ક કર્યો છે અને પોલીસ પ્રોટેક્શન માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં તેને કે તેના પતિને કંઈ પણ નુકસાન થશે, તો તેની જવાબદારી તેના પરિવારની રહેશે.
કોણ છે કિંજલ રબારી?
કિંજલ રબારી રાધનપુરના સિનાડ ગામની રહેવાસી છે. ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકો અને ભાઈ કિરણ રબારીના પ્રોત્સાહનથી તે સંગીત ક્ષેત્રે આગળ વધી હતી. આજે તે લગ્ન ગીતો, લોકગીતો અને ભજનો માટે ગુજરાત અને રાજસ્થાનમાં જાણીતું નામ છે. યુટ્યુબ પર તેના 35થી વધુ આલ્બમો હિટ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.