સિદ્ધપુરના કાત્યોકના મેળામાં માનવ મહેરામણ
કાર્તિક પૂર્ણિમાના દિવસે સિદ્ધપુરમાં કાત્યોક મેળામાં લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

કાત્યોકનો મેળા

કાત્યોકનો મેળા
ગુજરાતમાં માતૃપિતૃ તર્પણ માટે વિશેષ પવિત્ર ગણાતા સિદ્ધપુર ખાતે સોમવારથી શરૂ થયેલા કાત્યોક મેળાનો આજે દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભવ્ય માહોલ જામ્યો છે. સિદ્ધપુરના બિંદુ સરોવર પાસેના પ્રવેશ દ્વારથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના વિશાળ વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હોવાનો અંદાજ છે. આ પરંપરાગત મેળામાં શ્રદ્ધાળુઓ રંગબેરંગી ગ્રામ્ય ભાતીગળ પોષાકમાં આવીને સંસ્કૃતિની ઝલક પણ રજૂ કરી રહ્યા છે.
પૌરાણિક ત્રિવેણી સંગમ અને તર્પણ વિધિનું મહત્વ
સિદ્ધપુરની સરસ્વતી નદીમાં વૈકુંઠ ચૌદશ-પૂનમની મધ્યરાત્રે ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોવાની સદીઓ જૂની પૌરાણિક માન્યતા છે. આ જ લોકવાયકાને લઈને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી તમામ સમાજના લોકો પોતાના સ્વજનની તર્પણ વિધિ કરવા અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે કાત્યોક મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો: સપ્તનદી સંગમે વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ
નદી કિનારે મોટી સંખ્યામાં બ્રાહ્મણો બિરાજમાન થયા
ચૌદશની રાત્રિથી લઈને પૂનમની સવાર સુધી આ અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો, જેમાં અસંખ્ય લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને તર્પણ વિધિ કરી હતી. નદી કિનારે શ્રદ્ધાળુઓને વિધિ કરાવવા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણો બિરાજમાન થયા છે. આ બ્રાહ્મણો દ્વારા યાત્રિકોને 'વિધિસર તર્પણ વિધિ' કરાવીને કુવારિકા સરસ્વતી નદીમાં દીવડા તરતા મુકાવીને વિધિ પૂર્ણ કરાવવામાં આવી રહી છે. તર્પણ વિધિ કરાવવા આવનાર યાત્રિકોના મુંડન માટે ઉત્તર ગુજરાતના ગામોમાંથી મોટી સંખ્યામાં નાઈ ભાઈઓ પણ આવેલા છે.
મોક્ષ પીપળાની પ્રદક્ષિણા અને વિશેષ આકર્ષણ
કાર્તિક પૂર્ણિમાના દિવસે પિતૃઓના તર્પણ વિધિ ઉપરાંત અન્ય ધાર્મિક વિધિઓનું પણ અનેરું મહત્વ છે. સરસ્વતી નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરવાથી સીધો સ્વર્ગમાં વાસ મળે છે તેવી શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રદક્ષિણા કરી રહ્યા છે. વધુમાં, સિદ્ધપુર માતૃસ્થાન સમૂહ બિંદુ સરોવર સ્થિત કાર્તિક ભગવાનના મંદિરના દ્વાર પણ વર્ષમાં એકમાત્ર કારતક માસના દિવસે ખૂલે છે, જે આ મેળાનું વિશેષ આકર્ષણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?