રાજકોટ એટલાન્ટિસ અગ્નિ કાંડ, બિલ્ડીંગનું ફાયર NOC જ ના હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ફ્લેટના રહિશોની બેદરકારી અને ફાયર વિભાગે પણ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

ફ્લેટના રહિશોની બેદરકારી અને ફાયર વિભાગે પણ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

ફ્લેટના રહિશોની બેદરકારી અને ફાયર વિભાગે પણ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો
રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ધુળેટીના દિવસે ફાટી નિકળેલી આગમાં ત્રણના મોત થયા હતા. આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ કરોડો રુપિયાની કિંમતનો એક ફ્લેટ છે તેવી આ અત્યાધુનિક બિલ્ડીંગમાં 2014 પછી ફાયર એનઓસી જ લેવાયું ન હતું. ઉફરાંત ફાયર વિભાગની તપાસમાં બિલ્ડીંગની ફાયર સિસ્ટમ પણ યોગ્ય રીતે કાર્યરત ના હોવાનું બહાર આવ્યું છે. ફાયર વિભાગે એનઓસી ના હોવાથી બિલ્ડીંગને 2 વખત નોટિસ આપી હતી પણ તેણે પણ માત્ર નોટિસ આપીને જ સંતોષ લીધો હતો. બિલ્ડીંગના રહીશોની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે તો બીજી તરફ પણ ફાયર વિભાગે માત્ર નોટિસ નોટિસની રમત રમીને સમય પસાર કર્યો હતો.
એટલાન્ટિસ બિલ્ડીંગમાં હાઇ પ્રોફાઇલ લોકો રહે છે અને ધુળેટીના દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ ફાટી નિકળી હતી. આગ પેસેજના ભાગે લાગી હતી અને પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે. રાજકોટ ફાયર વિભાગને આગ લાગવાનો કોલ ફાયરની ટિમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ બુજાવવા અને રેસ્કયૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગમાં ધુમાડો વધારે થઇ જતા કાચ તોડી સ્મોક બહાર કાઢવા કામગીરી કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. આ દુર્ઘટનામાં સ્વિગીના ડિલિવરી બોય તેમજ બ્લિન્કિટના ડિલિવરી બોય અને તેના પિતરાઈ ભાઈ સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
જો કે હવે આ દુર્ઘટનામાં ખુલાસો થયો હતો કે આ બિલ્ડીંગનું 2014 પછી ફાયર એનઓસી જ લેવામાં આવ્યું નથી. ઉપરાંત બિલ્ડીંગની ફાયર સિસ્ટમ પણ વર્કીંગ કન્ડિશનમાં ન હતી. બિલ્ડીંગમાં રહેતા હાઇપ્રોફાઇલ લોકોએ ફાયર એનઓસી લેવાનું મુનાસીબ જ સમજ્યું ન હતું અને રહીશોની બેદરકારીનો ભોગ 3 નિર્દોષ યુવકો બની ગયા હતા. ફાયર વિભાગે પણ માત્ર નોટિસ આપીને જાણે કે પોતાનું કામ પુરુ થઇ ગયું હોય તેવો વ્યવહાર કર્યો હતો. જો ફાયર એનઓસી જ ના હોય તો ફાયર વિભાગે નિયમાનુસાર કાર્યવાહી કરવી જોઇતી હતી પણ તેના બદલે ફાયર વિભાગ પણ હાઇપ્રોફાઇલ લોકોની શરમમાં આવી ગયું અને આ દુર્ઘટના સર્જાઇ ગઇ જો ફાયર સિસ્ટમ વર્કીંગ કન્ડિશનમાં હોત તો કદાચ ત્રણ નિર્દોષ લોકોનો જીવ બચી શકત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.