આકરી ગરમીઃ રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 2માં યલો એલર્ટ
ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40-44 ડિગ્રી સુધી પહોંચ્યુ

રાજ્યમાં તીવ્ર ગરમીની સ્થિતિ

રાજ્યમાં તીવ્ર ગરમીની સ્થિતિ
છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40-44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે ઘણા શહેરોમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું ફૂંકવાની શક્યતા છે. આગામી 24 કલાક સુધી રાજ્યમાં ગરમીથી કોઈ મોટી રાહત મળવાની નથી. આ પછી, રાજ્યમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબી, રાજકોટમાં ગરમીના મોજાને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છમાં વધુ ગરમીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર કરવમાં આવ્યો છે.
તીવ્ર ગરમીની સ્થિતિ
ગઈકાલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગરમીનું મોજું યથાવત રહ્યું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.
તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આ પછી રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. ગરમીની અસર 9 એપ્રિલે પણ અનુભવાઈ શકે છે. 9 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.
આ શહેરોમાં હીટવેવની ચેતવણી
9 એપ્રિલે ગરમીના કારણે કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ૧૦ એપ્રિલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તાપમાન 40 ને પાર કરી ગયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભુજનું તાપમાન 43 ડિગ્રી, નલિયામાં 38, કંડલા (પોર્ટ) 39, કંડલા (એરપોર્ટ) 45, અમરેલીમાં 44, ભાવનગરમાં 41, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, સુરેન્દ્રનગરમાં 34, સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રી નોંધાયું હતું. 44, મહુવામાં 40, કેશોદમાં 42, અમદાવાદમાં 43, ડીસામાં 43, ગાંધીનગરમાં 43, વલ્લભવિદ્યાનગરમાં 41, બરોડામાં 42, સુરતમાં 40 અને દમણમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.