ગુજરાતમાં એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા
અમરેલી, વડોદરા, વડોદરા અને રાજકોટ જિલ્લાની 7 પીડિતાઓને મળ્યો ન્યાય

છેલ્લાં ૩ વર્ષમાં 947 ચુકાદામાં 574ને આજીવન કેદ અને 11 આરોપીઓને ફાંસીની સજા

છેલ્લાં ૩ વર્ષમાં 947 ચુકાદામાં 574ને આજીવન કેદ અને 11 આરોપીઓને ફાંસીની સજા
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર અંકુશ લાવવા રાજ્ય સરકારે તંત્રને કડક સૂચના આપી છે. તેના પરિણામે આરોપીઓને કડક સજા મળી રહી છે. ગુજરાતમાં એક જ દિવસે 25 ફેબ્રુઆરીના રોજ પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદા આપી 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેના કારણે અમરેલી, વડોદરા અને રાજકોટની 7 પીડિતાઓને ન્યાય મળ્યો છે.
અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોના અલગ-અલગ ગંભીર કેસમાં કરવામાં આવેલી તપાસ, એકત્ર કરેલા ટેકનિકલ સહિતના પુરાવા, સરકારી વકીલની દલીલો અને એફએસએલ રિપોર્ટના આધારે 7 પોક્સોની ઘટનાઓમાં 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં ચાર્જશીટ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો હતો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 3 વર્ષમાં પોક્સોના કેસોમાં કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તેમાંથી 574 આજીવન કેદ અને 11 આરોપીઓને ફાંસીની સજા કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.