બોટાદમાં બસ ઊભેલા ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત
પાળીયાદ-સાકરડી રોડ પર લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માતમાં 3ના મોત અને 20 ઘાયલ
બોટાદમાં ગંભીર અકસ્માત
બોટાદમાં ગંભીર અકસ્માત
બોટાદ જિલ્લામાં આજે વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો છે. પાળીયાદથી સાકરડી ગામ તરફ જતા માર્ગ પર એક ઊભેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બસમાં મોટાભાગે રત્નકલાકાર મહિલાઓ સવાર હતી, જેઓ બે દિવસના પ્રવાસ બાદ પરત ફરી રહી હતી.
મૃતકો અને ઘાયલોની વિગતો
પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા લોકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે. મૃતક મુકેશભાઈ હીરાના કારખાનાના માલિક હતા અને તે પોતાના કારખાનામાં કામ કરતી મહિલાઓને પ્રવાસે લઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
અકસ્માતનું કારણ
મુસાફરોને પ્રવાસેથી લઈને પરત ફરી રહેલી બસ જ્યારે સાકરડી રોડ પર પહોંચી, ત્યારે ત્યાં પંચર પડવાને કારણે એક ટ્રક ઊભેલો હતો. બસ ડ્રાઈવરે ટ્રકને સમયસર જોઈ ન શકતા અથવા નિયંત્રણ ગુમાવતા બસ ધડાકાભેર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. બસમાં 50થી 60 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી.
પાળીયાદના મેડિકલ ઓફિસર ડો. જયદેવના જણાવ્યા મુજબ, ૨૫થી 30 લોકોને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચથી છ લોકોને બોટાદ રીફર કરવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો