NEET પરીક્ષામાં કરોડો રૂપિયાનું કૌભાંડઃ ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના ઘેરામાં
650+ માર્ક્સ માટે 1 કરોડ સુધીની ડીલ! ઓડિયો ક્લીપથી થયો NEET કૌભાંડનો ખુલાસો

સૌરાષ્ટ્ર અને અમદાવાદના એજન્ટો સક્રિયઃ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયું છે એજન્ટોનું નેટવર્ક

સૌરાષ્ટ્ર અને અમદાવાદના એજન્ટો સક્રિયઃ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયું છે એજન્ટોનું નેટવર્ક
આવતી કાલે સમગ્ર દેશમાં NEETની પરીક્ષા છે. NEETની પરીક્ષામાં સારા માર્કસ અપાવવાના કથિત કૌભાંડનો ખુલાસો થયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક અપાવવાના કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકોટના વાલીને એક વચેટિયાએ અમદાવાદ બોલાવી ડીલ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં આ કૌભાંડનો ખુલાસો થયો છે.
રવિવારે યોજાનાર NEETની પરીક્ષામાં 85 વિદ્યાર્થીઓને 650 કરતાં વધુ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650 થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો બહાર આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી એજન્ટોનું નેટવર્ક ફેલાયેલું હોવાનું જાણવા મળ્યુ છે.
NEET પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડ મામલે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ માધ્યમોને જણાવ્યું કે બે મહિના પહેલા વચેટિયાએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા એક વાલીએ સંપર્ક કર્યો હતો. વચેટિયા દ્વારા રૂપિયા લઈ પરીક્ષામાં પાસ કરતા હોવાની જાણ કરી હતી. વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં લઈ જઈ આધારકાર્ડ બદલી વચેટીયાઓ કૌભાંડ આચરતા હોય છે.
NEET પરીક્ષા કૌભાંડમાં અમદાવાદના એક કલાસિસ સંચાલકની ભેદી ભૂમિકામાં હોવાનું ખૂલ્યું છે. NEETમાં ગેરરીતિ બાબતે એક વાલીએ CBI સહિત 11 જગ્યાએ ફરિયાદ કરી છે. તેવામાં વાલી અને દલાલ વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસે વાલીને મળવા બોલાવી રૂપિયાની માંગ કરવામાં આવી હોવાની વાતચીત રેકોર્ડ થઈ છે.
આ કૌભાંડમાં એવો દાવો કરાયો છે કે, જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધારકાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખી પરીક્ષા પૂર્ણ થયા બાદ એક જ કલાકમાં OMR ભરીને માર્ક મેળવી શકવાનો દાવો કરાયો છે. આવા વિદ્યાર્થીઓને સારી હોટેલ અને રિસોર્ટમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.