એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો વોટર બાબુ..વાંચો રસપ્રદ કિસ્સો
છોટાઉદેપુર નગરપાલિકામાં જોવા મળ્યો મતદાતાના અમુલ્ય મતનો જાદુ

છોટાઉદેપુર નગરપાલિકામાં જોવા મળ્યો મતદાતાના અમુલ્ય મતનો જાદુ

છોટાઉદેપુર નગરપાલિકામાં જોવા મળ્યો મતદાતાના અમુલ્ય મતનો જાદુ
લોકશાહીમાં ચૂંટણીનું પર્વ દરેક નાગરિક માટે તહેવારરુપ હોય ચે કારણ કે તે દિવસે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને મનપસંદ સરકાર અથવા નેતાને ચૂંટે છે. લોકશાહીમાં મતદાનને પવિત્ર ફરજ ગણાવાઇ છે કારણ કે પ્રત્યેક મતનું મૂલ્ય અમોલ હોય છે. જ્યારે પણ બે ઉમેદવારો વચ્ચે રસાકસી સર્જાય ત્યારે પ્રત્યેક મતનું મૂલ્ય વધી જાય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો છોટાઉદેપુર નગરપાલિકામાં જોવા મળ્યો છે જ્યાં એક ઉમેદવાર ફક્ત 1 મતના અંતરથી જીતી ગયો છે.
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓએ ભારે ઉત્સુક્તા જગાવી દીધી છે કારણ કે ભલે આ ચૂંટણીમાં દબદબો ભાજપનો રહ્યો છે પણ અન્ય એવા શહેરો પણ છે કે જ્યાં નાના પક્ષોએ પણ મેદાન માર્યું છે અને તેઓ કિંગમેકર બની ગયા છે. બે નગરપાલિકાઓમાં તો સમાજવાદી પાર્ટી સત્તામાં આવી છે તો ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ પેનલો જીતી છે. કોંગ્રેસ એક નગરપાલિકા મેળવી શકી છે. આ બધા વચ્ચે રસપ્રદ સમાચાર તો છોટાઉદેપુરથી આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઇ હતી જેનું આજે પરિણામ આવ્યું હતું.
જાણવા મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો વિજય માત્ર એક મતથી થયો છે. છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપે 8 બેઠક જ્યારે સપાએ 6 બેઠક, બસપાએ 4 બેઠક અને કોંગ્રેસે 1 બેઠક તથા અન્યના ખાતે 9 બેઠક આવી છે. જેમાં સપાના ઉમેદવાર મુફિસ શેખે એક મતથી વિજય મેળવતાં સ્થાનિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. અહીં એક મતનું મુલ્ય નક્કી થઇ ગયું હતું જેથી તમે પણ જો ચૂંટણીના દિવસે મતદાન કરવા જવાથી દૂર ભાગતા હોવ કે તમને આળસ આવતી હોવ તો તમારે સમજી લેવું જોઇએ કે તમારા એક મતથી આખુ ચિત્ર બદલાઇ શકે છે...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.