Hanuman Jayanti : સાળંગપુર કષ્ટભંજન દેવને સુવર્ણનો શણગાર કરાયો
51,000 બલૂનડ્રોપ, 250 કિલોના કેક સાથે ભક્તિ ઉત્સવ

હનુમાન જન્મોત્સવ

હનુમાન જન્મોત્સવ
આજે દેશભરમાં હનુમાન જંયતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઇ રહી છે. અનેક મંદિરોને ફુલોથી શણગારવામાં આવ્યા છે. આ સિવાય દાદાને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હનુમાનજીની પૂજા બ્રહ્મચારી તરીકે કરવામાં આવે છે, તેથી શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો અનુસાર, તેમની પૂજા સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાય છે અને આજે હનુમાન જન્મોત્સવ પર 57 વર્ષ બાદ દુર્લભ સંયોગ પણ યોજાયો છે.
સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે કલશ યાત્રા, રાજોપચાર પૂજન, 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી ભક્તોને વધામણું, અને 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાઇ હતી.
શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતિ નિમિત્તે મંગળા આરતી, 51,000 બલૂનડ્રોપ, 250 કિલોના કેક સાથે ભક્તિ ઉત્સવ, અને મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.
આ પ્રસંગ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, વ્હાલા ભક્તો મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી. આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના ધામમાં દિવ્યાતિદિવ્ય અલૌકિક અવર્ણીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિભવ્ય મહામહોત્સવ ઉજવાશે. હનુમાન જંયતિના દિવસે સવારે વહેલા મંગળા આરતી કરીને શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે. આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અન્નકુટ પણ ધરાવાશે. આ સાથે હનુમાનજીના મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે.
મહાપ્રસાદીમાં શાક, રોટલી, દાળ, ભાત અને કેરીનો રસ પીરસાશે
દુર દુરથી કષ્ટભંજન દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસર તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આજે દાદાના સાંનિધ્યમાં આવતા ભક્તોને મહાપ્રસાદીમાં શાક, રોટલી, દાળ, ભાત અને કેરીનો રસ પીરસાશે. તથા કષ્ટભંજન દાદાને અન્નકુટનો મહાથાળ ધરાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.