સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારનો ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ
સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત, પત્ની અને ત્રણ સંતાનો સારવાર હેઠળ

સામુહિક આપઘાત કરવાનું કારણ અકબંધ, ભાનમાં આવ્યા બાદ કારણ જાણવા મળશે

સામુહિક આપઘાત કરવાનું કારણ અકબંધ, ભાનમાં આવ્યા બાદ કારણ જાણવા મળશે
સુરેશ વણોલ, અમદાવાદ
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની સહિત 3 સંતાનોએ ઝેરી દવા પીતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનું મોત થયુ હતુ. તમામ લોકોને વડાલી, ઈડર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્ની અને 3 સંતાનો હજુ પણ સારવાર હેઠળ છે. જેમાં બે પુત્રો અને માતાની હાલત હજુ ગંભીર છે. સામુહિક આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પરિવારના સભ્યો ભાનમાં આવે ત્યારે કારણ જાણવા મળશે.
વડાલીમાં રહેતાં સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિ વિનુભાઈ મોહનભાઈ સગર, પત્ની કોકિલાબેન, દીકરા નિલેશ અને નરેન્દ્ર તેમજ દીકરી ક્રિષ્નાએ ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ અસરગ્રસ્તોને વડાલી અને ઈડરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ હાલત ગંભીર હોવાથી હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિ વિનુભાઈ સગરનું મોત થયુ હતુ. જ્યારે પત્ની કોકિલાબેન અને ત્રણેય સંતાનો હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાલીના સગરવાસમાં રહેતા સગર વિનુભાઈ મોહનભાઇ, પત્ની અને ત્રણ બાળકો વડાલીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવી રહયા છે. સામાજીક, આર્થિક અથવા તો પારિવારીક કારણોસર પાંચેય જણાએ શનિવારે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી હતી. તમામની તબિયત લથડતાં પાડોશમાં રહેતા લોકોને જાણ થઈ હતી. તેથી 108 એમ્બ્યુલન્સના માધ્યમથી વડાલી હોસ્પિટલમાં પહોંચાડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈડર અને બાદમાં હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સામહિક આપઘાતની ઘટના અંગે વડાલી પોલીસને જાણ થતાં પીએસઆઈ જોષી સહિતના કર્મચારીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. વિનુભાઈ સગરનું મોત થયું હોવાથી અને પરિવારના ચાર સભ્યો બેભાન હોવાથી સામહિક આપઘાતના પ્રયાસનું કારણ જાણી શકાયું નથી. પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પરિવારના સભ્યો ભાનમાં આવ્યા બાદ નિવેદન લેવામાં આવશે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આર્થિક તંગીના કારણે પરિવારે ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કરવાનું પગલું ભર્યુ હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કેટલાક લોકો જમીન અથવા ઘર કંકાસના કારણે આવું પગલું ભર્યુ હોય તેવું કેટલાક લોકો માની રહ્યા છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સગર વિનુભાઈ મોહનભાઇ(પતિ), ઉ.વ.38, સગર કોકિલાબેન વિનુભાઈ(પત્ની), ઉ.વ.37, સગર નિલેશ વિનુભાઈ(પુત્ર), ઉ.વ.14, સગર નરેન્દ્ર વિનુભાઈ (પુત્ર), ઉ.વ.14, સગર ક્રિષ્ના વિનુભાઈ(પુત્રી), ઉ.વ.17વાળાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.