દેદાદરા ગામે દોડધામ,અચાનક 30થી વધુ લોકોની તબિયત બગડી
ગોઝારી ઘટનાના પગલે દેદાદરા ગામે આરોગ્ય વિભાગના ધામા

અચાનક એક સાથે 30થી વધુ લોકોની તબિયત બગડી

અચાનક એક સાથે 30થી વધુ લોકોની તબિયત બગડી
સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. માતાજીના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદી લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. પ્રસાદી આરોગ્યા બાદ 30થી વધુ લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા જેને પગલે તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન મળતા હોસ્પટિલમાં ભારે હોબાળો મચ્યો હતો
બીજી તરફ ઘટનાની જાણકારી આરોગ્ય વિભાગને મળતા જ આરોગ્ય વિભાગની ટીમે દેદાદરા ગામમાં ધામા નાખ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગે પ્રસાદીના સેમ્પલ તપાસ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને ગામમાં ભારે દોડધામ મચી ગઈ છે.
અગાઉ 3 ઓક્ટોબરે પણ દેવભૂમિ દ્વારકામાં યાત્રાળુઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આસામથી દ્વારકા દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આસામના 44 જેટલા યાત્રાળુઓએ શાક-ભાત આરોગ્ય બાદ 10થી 12લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 8 જેટલા યાત્રાળુઓને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સમયે યાત્રાળુઓએ ભોજન આરોગ્ય બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી અને ત્યારબાદ તેઓને દ્વારકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ યાત્રાળુઓ ભારત સેવાશ્રમ આશ્રમમાં રોકાયા હતા.
સાણંદ તાલુકામાં અણિયાળી ગામે ગત સાંજે ફેરિયો ખમણ વેચવા આવ્યો હતો, ત્યારબાદ અંદાજે 65 લોકોએ ખમણ ખાધા બાદ તેમની તબિયત લથડવા લાગી હતી. ઝાડા, ઊલટી, પેટમાં દુ:ખાવો થતાં લોકોને નજીકના બાવળા વેદાંતા હોસ્પિટલમાં 2 જેટલા લોકો, 12 ને CHC સેન્ટર બાવળા સહિતની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 16 લોકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ 26 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગ થતાં 26 લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ