ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ
જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ

ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ

ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ
ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે.
ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરૂવારે (12મી ડિસેમ્બર) એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો હતો. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. બેથી ત્રણ ડિગ્રી ગગડતા પારામાં એકાએક 8.2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસકી લઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ