સુરતમાં ખાડા રાજ..યુથ કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા
ચોમાસાની શરુઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી

ચોમાસાની શરુઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી

ચોમાસાની શરુઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી
સુરતમાં ચોમાસાની શરુઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી રહી છે. પહેલો વરસાદ પડતાં જ અનેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર મોટાં ખાડાઓ જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિ સામે અવાજ ઉઠાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં શહેરના ખાડાવાળા રસ્તાઓ પર ઉતરી આવ્યા અને રસ્તામાં પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું કે, "જ્યાં વિકાસના વાયદા કરાયા હતા, ત્યાં હવે ખાડા છે. ભાજપના શાસનમાં જે રસ્તાઓ બન્યા છે, તેમાં ભ્રષ્ટાચારના ખાડા વધુ છે."
પ્રદર્શનમાં યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા અને ભાજપ સરકારના વિરુદ્ધ ઉગ્ર દેખાવ પણ કરવામાં આવ્યો. વિરોધ દરમિયાન રસ્તાઓના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ લગાવાયો હતો.
યુથ કોંગ્રેસના આગેવાનોનો દાવો છે કે, શહેરના માર્ગોની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો છે અને તેનો પૂરાવા તરીકે વરસાદ પડતાં જ રસ્તાઓની નબળી હાલત સામે આવી રહી છે. તેઓએ તાત્કાલિક તપાસની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો---
સુરતમાં પાલતુ શ્વાન માટે 150 લાઈસન્સ મંજૂર, 108 અરજી રદ, કડક નીતિનો અમલ શરૂ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!